________________
[ પર ]
જૈન દર્શન મીમાંસા કરવામાં આવે છે. અસભૂત સ્થાપના કે જે ભાવ ઉત્પન્ન કરવાને માટે નાલાયક છે, તે વાસ્તવિક સ્થાપના નથી. વિષય વાસનાને ઉત્તેજક (રૂપી) અક્ષરે જેમ (અરૂપી) વૈરાગ્ય ઉત્પન્ન કરવાને માટે પ્રતિકૂળ છે-તેમ કાયયુક્ત અથવા પ્રસન્ન વદનથી રહિત જે જિનેશ્વર પ્રભુની પ્રતિમા બની હોય તે તે જિનગુણના સંસ્કાર દાખલ કરી શકે નહીં, પરંતુ તેમ નથી જ. એટલે કે જે જિન પ્રતિભાનું આકૃતિ-સ્વરૂપ જડપણે છે, તેવું જ ચૈતન્યમય જિનોમાં તાદશ હોય છે. - અતીત, અનાગત અને વર્તમાન કાળના જિનેશ્વરના જીવો તે દ્રવ્ય જિન, મરીચિ કે જે વીર પ્રભુનો આત્મા હતા તેમને ભરતચક્રીએ વંદન કરેલું છે એવું જાણુને કે “આ જીવ તીર્થકર થશે.”
ભાવજિન –તે સાક્ષાત કેવળજ્ઞાની તીર્થકર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ઉત્તરોત્તર અધિકાધિક ગુણો આરોપણ કરનાર છે. પ્રથમના ત્રણ નિક્ષેપોમાં જે ભાવ ઉત્પન્ન થવાનું સામર્થ્ય હોય તે જ તે સાર્થક છે મતલબ કે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ વસ્તુતત્ત્વનાં સાધન છે અને ભાવ તે વસ્તુતત્ત્વનું સાધ્ય છે. રૂપી સાધન વડે અરૂપી સાધ્યની પ્રાપ્તિ થઈ શકે છે. એ નિઃકેવળ સત્ય થઈ ચૂકયું છે. આ સબબને લઈને નીચેનાં સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ થાય છે.
સાધુ” એવા શબ્દથી સંતપુરુષોની રહેણીકરણીનું સ્મરણ થાય છે અને “ઠ” એવા શબ્દથી દુર્જનની ખલતા હૃદય આગળ તરે છે. - અસૌમ્ય આકૃતિવાળી અને કપાયુક્ત મુખમુદ્રા જણાવતી મૂર્તિ વડે ખેદ અને કપાયના સંસ્કાર ઉત્પન્ન થાય છે. તેમ જ શાંત મુખમુદ્રાવાળી મૂર્તિવડે સમભાવ પ્રકટે છે.
બાહ્ય શરીરશુદ્ધિ એ દ્રક્રિયા હોવાથી ભાવયિારૂપ અંતરંગશુદ્ધિનું નિમિત્ત છે. બાહ્યક્રિયામાં ભક્ષ્યાભક્ષ્ય અને પિયા પેયના વિવેકથી રહિત હોય તો તેનું આંતરસ્વરૂપ પણ દરરોજ ક્ષીણતેજ થતું જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org