________________
[ ૧૦ ]
શ્રીયુત ફતેહચંદભાઇની
તેમના જમાઈ મનુભાઇ ગુલામચંદ છે કે જેમણે મેટર પાર્ટીસ એસસીએશનના પ્રમુખ તરીકે અને પાલીતાણા જૈન ગુરુકુળના મંત્રી તરીકે વર્ષો પ ંત સેવા બજાવી છે.—આ રીતે તેમનુ કૌટુ ંબિક જીવન સેવાભાવી અને સસ્કારી છે.
વાંચન અને લેખન પ્રવૃત્તિ :
એકદરે અગાઉ કરતાં અત્યારે કેળવણી વધી છે એટલે વાંચનને! શાખ પણ પ્રજામાં વધ્યા છે, પણ મેટા ભાગનુ જનતાનું વાંચન ખાસ કરીને વમાન પત્રાનું, અથવા બહુ તે એકાદ બે સામયિકાનુ કે કથા વાર્તાનું હોય છે. તે વાંચન પણ બહુધા છીછરૂ કે ઉપરજ્જુ હોય છે, પણ જેઓ અભ્યાસી કે વિદ્વાન હાય છે, તેએ ઉપયોગી કે તાત્ત્વિક વિષયોનું સાહિત્ય વાંચનાર હોય છે. તેએ અભ્યાસની દૃષ્ટિએ વાંચન કરે છે. દરેક વિષયને લેખકે બરાબર આલેખ્યા છે કે નહિ ? વિષયને ક્રમબદ્ધ ખીલવ્યા છે કે નહિ ? એકસરખી વિચારધારા જળવાઈ રહી છે કે નહિ ? ભાષા શુદ્ધ, સ્પષ્ટ અને સાંસ્કારિક છે કે નહિ ? વિષયના વિભાગાનું પ્રમાણ સચવાયું છે કે નહિ ? લખાણ સત્ય હકીકત રજૂ કરે છે કે નહિ ? આ બધી દૃષ્ટિએ વિદ્વાન કાઈ પણ લેખકનું લખાણ વાંચે છે, અને તેનું મૂલ્ય આંકે છે. વાંચનમાં ન્યાયષ્ટિ અને સમજણુ એ મુખ્ય ભાગ ભજવે છે.
શ્રીયુત ફતેહુચંદ્રભાઈએ ધર્માંશાસ્ત્રો, સાહિત્ય, ઇતિહાસ, કળા, નાટકા, કાવ્યો અને અનેક વિષયાના ઘણાં પુસ્તકાનું વાંચન કર્યુ છે સંસ્કૃત અને માગધી ભાષાનું તેમનું જ્ઞાન સારૂં છે. આ ભાષામાં ઘણાં પુસ્તકા તેમણે પૂ મુનિરાજો. શ્રી કુંવરજીભાઇ તથા અન્ય વિદ્યાતા અને પોતાના પિતાશ્રી પાસે વાંચ્યા છે. કાઇ પણ સારૂં પુસ્તક બહાર પડે છે કે તરત જ પેાતે ખરીદ કરે છે, અને વાંચે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પણ ઘણાં પુસ્તકે તેમણે વાંચ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org