________________
[ ૧૦ ]
* જૈન દર્શન મીમાંસા ઉપર વા! વાર વા! પૂવેરૂ વા !
(રૂપાયશ્રૌથયુ 7) –આ ત્રણે પદ સંભળાવ્યા. તે સાથે ઉચ્ચ પ્રૌઢ સ્વરવડે નિવેદન કર્યું કે આ જગતમાં સર્વ પદાર્થોની પ્રથમ સમયે ઉત્પત્તિ છે, બીજે સમયે નાશ છે; પરંતુ એ બંને સમયમાં પદાર્થોને ઉત્પત્તિ અને નાશ દેખાવા છતાં વસ્તુતઃ સત્તાએ પદાર્થ બદલાતો નથી. આ ત્રણ પદે જગતના વ્યવહાર માત્રને અવકાશ આપનારા, તીર્થકરરૂપ બ્રહ્માના મુખમાંથી ઉતપન્ન થયેલા ત્રણે ભાવભુવન હોય એવું અંતમુખ વૃત્તિએ અવેલેકતાં ભાસે છે.
ગણધર મહારાજાને આ ત્રણે પદો સાંભળતાં જ્ઞાનાવરણીય કર્મ ઘણે અંશે ક્ષય થયેલું હોવાથી જગતના સર્વ પદાર્થોનું વસ્તુતઃ જ્ઞાન (સંપૂર્ણ શ્રુતજ્ઞાન) પ્રકટ થયું, તે દ્વારા શાસ્ત્રરૂપે તત્ત્વજ્ઞાન અને તેના સાધનરૂપ ક્રિયાકાંડમય બાર અંગની સંકલના કરી. તે દ્વાદશાંગીના નામ નીચે પ્રમાણે
૧ આચારાંગ. ૨ સૂત્રકૃતાંગ. ૩ સ્થાનાંગ. ૪ સમવાયાંગ. ૫ ભગવતી. ૬ જ્ઞાતાધર્મકથાંગ. ૭ ઉપાસકદશાંગ. ૮ અંતઃકૃતદશાંગ. ૯ અનુત્તરપપાતિક. ૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર. ૧૧ વિપાકસૂત્ર. અને ૧૨ દષ્ટિવાદ
આ બાર અંગેનું જ્ઞાન તેમના પછીના શિષ્યને મુખપાઠ કંઠસ્થ હતું. ધીમે ધીમે કાલ શાત સ્મૃતિવંસ થવા માંડ્યો, તેવું જોઈને વોરાત નવસે એંશી વર્ષ પછી શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણે અગીઆર અંગ અને બારમા અંગને અમુક વિભાગ પુસ્તકારૂઢ કર્યો ચૌદ પૂર્વ કે જેને લખવાને માટે કલ્પના કરતાં સોળ હજાર ત્રણ ત્યાસી હાથીના પ્રમાણે જેટલા ભારની રૂસનાઈ જોઈએ, તે માત્ર દષ્ટિવાદ બારમાં અંગનું એક પ્રકરણ હતું, પરંતુ તે કાલક્રમે વિચ્છેદ થયેલું છે તત્ત્વજ્ઞાનના આ અધાપતિ જમાનામાં દ્વાદશાંગીરૂપ મહાસાગર વિદ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org