SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરપ્રભુનું આંતર જીવન * [ ૧૧૫ ] મુક્ત થઇ આત્મજ્ઞાનરૂપ બળ પ્રાપ્ત કરે, ગમે તેવા વિકટ પ્રસંગેામાં મુંઝાવાનું ભૂલી જઈ સમતા અને શુભ આચરણમાં મગ્ન રહેવાનુ શીખે અને સ્વકર્તવ્યપરાયણ રહી સ્વાવલંબન (Self reliance )ના ઉચ્ચ સિદ્ધાંતનું પાલન કરે. શ્રી મહાવીરના પુણ્ય સચયે તેમનું ખાદ્યવન આશ્ચય કારક સ્વરૂપમાં. ઘટમાન કર્યુ” હતું. તેમની સુવર્ણ વર્ણ દેહલતા, વઋષભનારાય સયણ અને સમવસરણગત ભવ્ય સિંહાસનાદિ સમૃદ્ધિ, દેવાની સતત હાજરી અને સેવા, વગેરેએ જગને આશ્ચર્યમુગ્ધ કર્યું હતુ. જો કે પોતે તેા આટલી બધી બાહ્ય સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં જલ પંકજની પેઠે ન્યારા હતા. એમનું વિશાળ જ્ઞાનદષ્ટિમય જીવન હતું. આ રીતે આંતરજીવનની સમૃદ્ધિએને એક સમયાવચ્છેદે ભોગવટા કરનાર પરમાત્મા તરીકે આ પૃથ્વીપીઠ ઉપર તેમનુ અવતાર કૃત્ય હતું. એમની દેશના સાંભળતાં ક્રોધી મનુષ્યોને ક્રોધ વિલય પામે છે. ગવિષ્ટ મનુષ્યાનું માન ગળી જાય છે. કપટી મનુષ્યોની વક્રતા ટળી જાય છે અને લાભ અદૃશ્ય થઇ સતાપ પ્રકટે છે. કના આવેગ તરફ તીક્ષ્ણતા અને સંગમદેવ તરફ કરુણા-એ ઉભય પરસ્પર વિરોધી ભાવેાને ગંભીરતાથી સાચવનાર શ્રી મહાવીરે આ જનતા વૈદિકકાળમાં યજ્ઞ યાગાદ્રિારા પશુઓની હિંસામાં જે અનુરક્ત હતી તેને અહિંસા પરમો ધર્મ ના ઉચ્ચ સિદ્ધાંત સમજાવી ભૂતદયા તરફ વાળી. આત્મપરાયણ કરી ભાગ અને ત્યાગ, ગૃહસ્થાશ્રમ અને યોગીપણું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, જ્ઞાન અને ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય, એ તમામ દ્રુોનાં સ્થાને ભવિષ્યના સમાજને માટે નક્કી કર્યા. લાકમાન્ય તિલકે પણ વૈદિક ધર્મોં ઉપર ‘અહિંસા પરમો ધર્મ:'ની સચેટ અસર કરનાર તરીકે શ્રી મહાવીને ખુલ૬ અવાજે કબુલ કરેલા છે. જગતના મનુષ્યા તરફ વિશાળ દૃષ્ટિબિંદુ–Comprehensive sight Fulness વાળા વિરાટ્ સ્વરૂપ પરમાત્મા મહાવીરની માત્ર ઝાંખી www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy