________________
દ્રવ્યાનુગ
છે, તેથી જૈન દર્શનના ઉત્તમ સ્વરૂપને જાણ્યા વગર અને તે મુજબ વર્તન કર્યા વગર મેક્ષરૂપ કાર્ય સંપન્ન થવાય નહિ. આ સમયે એવો પ્રશ્ન ઉપસ્થિત થશે કે અન્ય દર્શનેનું પાલન કરતાં અનેક આત્માએને સિદ્ધિ પદ પ્રાપ્ત થયેલું છે, જેમકે વલ્કલચીરી; પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ તપાસતાં જણાશે કે સિદ્ધના દેશમાં અન્યલિગ સિદ્ધ છે, પરંતુ અન્ય તત્ત્વસિદ્ધ નથી. આ રીતે જૈનદર્શનનુકૂળ તત્તવોની પાલના વગર મુક્તિસુખ નથી–એમ જ્ઞાની પુકારીને કહે છે, તે વિચારતાં સત્ય છે એમ જણાશે.
જૈન દર્શન પર તેનું સ્વરૂપ જણાવતાં અત્યંત ખલના પામવાને ભય છે, કેમકે તેનું સ્વરૂપ સામાન્ય બુદ્ધિગોચર નથી. સૂક્ષ્મ સ્વરૂપ સમજવાને માટે બુદ્ધિને સૂમ અને તીક્ષણ કરવી જોઈએ. આમ હોઈને સૂક્ષ્મ સ્વરૂપને ગીતાર્થગમ્ય મૂકી શાસ્ત્રાનુસાર આપની સમક્ષ જૈન દર્શનનું સ્થૂલ સ્વરૂપે રજૂ કરું છું. દન” શબ્દના અર્થ:| દર્શન શબ્દના અનેક અર્થ છે. (૧) દર્શન એટલે દેખવું તે. ચક્ષુ બે પ્રકારની છે. ચર્મચક્ષુ અને દિવ્યચક્ષુ. કેવળજ્ઞાન પામ્યા વગર માત્ર નેત્રંદ્રિયથી જે જે પદાર્થોનું ગ્રહણ થાય છે તે ચર્મચક્ષુગોચર કહેવાય છે, અને કેવલ્ય પામ્યા પછી જે દષ્ટિથી પદાર્થો દેખાય છે તે દિવ્ય ચક્ષુને વિષય છે. (૨) દર્શન એટલે સામાન્ય ઉપયોગ. આત્માના અનંત ગુણો છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર મુખ્ય છે. વસ્તુપદાર્થને વિશેષ ઉપગ તે જ્ઞાન અને સામાન્ય ઉપયોગ તે દર્શન. છક્વસ્થ પ્રાણીઓને પહેલાં સામાન્ય ઉપયોગ અને પછી વિશેષ ઉપયોગ થાય છે. જેમ એક અપરિચિત ઓરડામાં પેસનાર મનુષ્યને આ છબી જેવું કાંઈક છે એવું પહેલાં ભાન થાય છે, પરંતુ વિચારતાં પછીથી આ ગૌતમસ્વામીની છબી છે, તેઓ શ્રી વીર પરમાત્માના ગણધર હતા-વગેરે વગેરે તે છબીનું વિશેષ જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org