________________
[૬૨]
જૈન દર્શન મીમાંસા જૈનોએ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ (વાસ્તવિક પરાક્ષ) માનેલું છે. અને આત્માનુભવ વાળા જ્ઞાનને પારમાર્થિક પ્રત્યક્ષ (વાસ્તવિક પ્રત્યક્ષ) તરીકે સ્વીકારેલું છે. વૈશેષિકાની દ્રષ્ટિ મર્યાદા આગળ વધારે જોઈ શકી નથીએ આ ઉપરથી સિદ્ધ થાય છે. તેવી જ રીતે તેઓએ અનુમાન વડે અને શબ્દાદિ સાંભળવા વડે થતા જ્ઞાનને યથાર્થનુભવ ગણેલે છે, પરંતુ હજી તે જૈનેએ તે સ્થિતિને માત્ર નિમ્ન ભૂમિકાવતી મતિ અજ્ઞાન માનેલું છે. પરંતુ યથાર્થીનુભવ તો ત્યારે જ સ્વીકારે છે કે આત્મા
જ્યારે આત્મવીર્યનું પરિપાકપણું પામી તત્વોના શ્રધ્ધાનથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને દેહ અને આત્માને વિવેક કરતાં પૌલિક પદાર્થોને સાક્ષીભૂતપણે ભોગવટો કરી અંતરામપણું પ્રાપ્ત કરે ત્યારે યથાર્થાનુભવની શરૂઆત થઈ કહેવાય છે.
વળી તેઓએ સ્વીકારેલું છે કે બુધિ, ઇચ્છા અને પ્રયત્ન નિત્ય અને અનિત્ય એ પ્રકારે હેઈ નિત્ય ઈશ્વરમાં રહેલા છે અને અનિત્ય જીવમાં રહેલા છે, જૈન દર્શન દરેક આત્માને જ્યારે તે કર્મરહિત થાય છે ત્યારે ઇશ્વર માને છે. ઈશ્વર એવી જુદી વ્યકિત કેઈ વિદ્યમાન નથી એમ માને છે. આમ હોવાથી ઈછા અને પ્રયત્ન એ શરીરધારી આભાના મનદ્વારા થયેલા પરિણામે છે. તે કર્મસહિત આત્મામાં વિદ્યમાન હોય છે. કર્મ રહિત આત્માને કોઈ પણ જાતનું સાધ્ય સિદ્ધ કરવાનું નહિ હોવાથી તેઓ ઇચ્છાદિથી રહિત હોય છે, માટે તેમણે જે જીવોમાં અનિત્ય માનેલા છે અને ઈશ્વરમાં નિત્ય માનેલા છે તે વાસ્તવિક રીતે ઘટી શકતું નથી
તૈયાયિક અને વૈશેષિકેના સિધ્ધાંતોમાં એક તફાવત એ પણ છે કે વૈશેષિકે અભાવ પદાર્થ માને છે. નૈયાયિકે તે માનતા નથી. અન્ય દર્શનેએ જે પ્રત્યક્ષ પ્રમાણે માનેલું છે તે જૈન દ્રષ્ટિ અનુસાર પક્ષ છે. આમ હોવાથી વધારે પ્રમાણે નહિ સ્વીકારતાં જૈને એ તરઘમાળસૂત્રથી પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ અંગીકાર કરેલા છે. આ બંને પ્રમાણમાં અનુમાન તથા શબ્દાદિ સર્વ અન્ય પ્રમાણોને સમાવેશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org