________________
[ ૭૪ ]
જૈન દર્શન મીમાંસા ચરિત્રો ઉત્તમ સગુણોથી ભરચક હોવાથી જગતના ઈતિહાસના અમર પૃષ્ટ ઉપર મુદ્રિત થાય છે, અને ભવિષ્યની સર્વપ્રજા મુખ્યત્વે એ મહાકાર્યથી એમની સ્મૃતિ સાચવી શકે છે. પછીથી તજજન્ય અનુકરણ કરવામાં પ્રયત્નશીલ બને છે. જીવનચરિત્રોના પાત્રોની જીવન્ત મૂર્તિઓ કે જેઓએ પિતાની સુગંધને પૃથ્વીના પટ ઉપર પાથરી દીધી હોય છે તેવી જીવન મૂતિઓ વાંચકોના હૃદયમાં ઉત્સાહ પ્રેરી હૃદયને પુરૂષાર્થ પ્રેમી બનાવે છે. એક વિદ્વાને કહ્યું છે કે “જે ચરિત્રો અથવા કથાઓ વાંચકના હૃદયમાં મલિન ભાવને નિર્બલ કરી ઉચ્ચભાવને ઉત્તેજિત કરે નહિ અથવા તે મહાન પ્રતિભાનું પ્રતિબિંબ બતાવી વાંચકની શક્તિઓને વિકાસ આપે નહિ તે માત્ર અને વ્યાપાર છે. ” મહાત્માઓની કથામાંથી શું મળી શકે છે તે સંબંધે એક અંગ્રેજ નીચે પ્રમાણે વિચારે બતાવે છે.
One comfort is that great men taken up in any way are profitable company.
જે મનુષ્ય ખરેખર મોટા હોય છે તેઓના જીવનને ગમે તે દ્રષ્ટિથી નિહાળીએ તો પણ તેમાંથી કાંઈક બોધદાયક અથવા ઉત્કર્ષ કરે તેવું મળ્યા વિના રહેતું નથી.”
આમ હોવાથી મનુષ્ય જીવનની સફળતા મહાત્માઓની જીવનકથામાંથી અવશ્ય સારગ્રહણરૂપ હંસચંચુ વડે, મિથ્યાજ્ઞાનરૂપ પાણીને છેડી દઈ શુદ્ધ જ્ઞાનરૂપ દુધથી આત્માને પુષ્ટ કરવા પ્રયત્નશીલ થવાથી થઈ શકે એ નિર્વિવાદ સત્ય છે. ક્રમશ: આ અનુગ ચરણ કરણનુ
ગમાં પ્રવૃત્તિનું અનંતર કારણ થઈ જાય છે. તત્ત્વ ગ્રહણ કરી આત્મનતિમાં કર્તવ્યપરાયણ થવું–એ ધર્મકથાને સારી અને અદ્વિતીય સિધ્ધાંત છે. જેને કથાનુગ એટલે બધો વિશાળ અને વિસ્તૃત છે કે જેનેતર દર્શનની કથા સમુદાયની તુલનામાં તે અગ્રપદે આવી શકે છે. વળી જૈન કથાનુગમાં ભાગ્યે જ કલ્પિત કથાઓને સંભવ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org