________________
[૮]
શ્રીયુત ફતેહચંદભાઈની
પાવાપુરીજી વગેરેની તીર્થયાત્રા કરી આત્મસંતોષ મેળવ્યો છે. લગભગ પાંત્રીસ વર્ષથી તંદુરસ્તીના નિયમોને અનુસરીને આસને અને પ્રાણાયામ કરતા રહ્યા છે, અને પોતાના દીર્ઘજીવન માટે એ ક્રિયા પણ નિમિત્ત કારણરૂપે દર્શાવતા રહ્યા છે.
ભાવનગર જેને આત્માનંદ સભા, પાલીતાણા જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ, ગોઘારી જૈન મિત્ર મંડળ, શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-વગેરે ઘણું સંસ્થાઓમાં અનેક વર્ષો પર્યત સેવા આપી રહ્યા છે. એજ્યુકેશન બોર્ડ, મહાવીર જૈન વિદ્યાલય, જૈન ધાર્મિક શિક્ષણ સંઘના વાર્ષિક ધાર્મિક પરીક્ષક તરીકે અનેક વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. વાયા ધરમશી ઝવેરભાઈ તથા મણિબહેન નાનાલાલ હરીચંદના ટ્રસ્ટી તરીકે શુભ કાર્યોમાં મીલ્કત વાપરવાના નિમિત્તભૂત થયા છે. શ્રાવક ધર્મનાં વ્રત કે માર્ગાનુસારીના ગુણોનું યથાશક્તિ પરિપાલન કરવાની દષ્ટિ તેમને ચાલુ રહ્યા કરે છે. ધંધામાં નિયમિતતા, પુરુષાર્થ અને સંતોષ રાખીને તેમણે પ્રવૃત્તિઓ કરી છે. વ્યવહારમાં અનેક સગાસંબંધીઓ, સ્નેહીજને, ઈષ્ટ મિત્રો અને સાથી કાર્યકરનું મિલનસ્થાન, આરામસ્થાન, સભાસ્થાન અને આનિશ્ચ–એ તેમનું ઘર છે. આવી જ્ઞાન અને આતિથ્યની પરબ, આવું સ્થાન, આવું દિલાવર દિલ અને આવું સ્વાગત ભાગ્યે જ જોવા મળશે. ખરે જ ઘરના પુત્ર-પુત્રીઓ પુત્રવધૂ કે બાળકે કુટુંબના વડિલ તરફથી છુટતી એક પછી એક આજ્ઞાને હોંશથી અમલ કરતાં જ્યારે જોઈએ, ત્યારે તે આખું કુટુંબ કેવું ઉદાર અને સંસ્કારી છે, તેની ખાત્રી થયા વિના રહેતી નથી. એમનાં પત્ની હરકુંવરબહેન પણ શ્રી ફતેહચંદભાઈની પ્રવૃત્તિઓને સાનુકૂળ હતાં, કે જેઓ લગભગ પાંચ વર્ષ પહેલાં ભાવનગરમાં સં. ૨૦૧૩ માગશર શુદ એકમે અવસાન પામ્યા હતા. આ કુટુંબમાં અર્થ પ્રાપ્તિ કરતાં સંતોષવૃતિ અને આદર્શ ગૃહસ્થ તરીકેનું જીવન જીવવાની ભાવનાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org