________________
અભિપ્રાય-દર્શન
[૪૫]
( ૧૭ )
શ્રીયુત ફતેહચંદભાઈ સાથે મારો પરિચય થોડાં વર્ષો થયાં છે. તેમની ઉમ્મર સત્તેર વર્ષની છે. તેમણે લગભગ ચાલીશ–પચાસ વર્ષ પહેલાં લખેલ પાંચ લેખે ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી તથા અન્ય લેખો અને કાવ્ય મુંબઈ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી થોડા વખતમાં પ્રકાશિત થશે. “જૈન દર્શન મીમાંસા” તથા “ તુલનાત્મક દષ્ટિએ જૈન દર્શન” એ બને તે તેમને જૈન દર્શન પરત્વેને ઊંડો અભ્યાસ દર્શાવે છે. તેમનાં પિતાશ્રી તરફથી વીલમાં લખેલ સુચના અનુસાર સં. ૧૯૭૧ માં એમનાં કુટુંબે છરી પાળ સિદ્ધગિરિજીને સંઘ કાઢયો તે પ્રસંગને અનુસરતો લેખ છે. તેમાં શ્રી આત્મારામજી મહારાજ કૃત સમ્યગ દર્શન પૂજાનું સુંદર વિવેચન છે. ઉપરાંત શ્રી મહાવીર સ્વામીનું આંતર જીવન તથા પૂ. . શ્રી યશોવિજયજી સંબંધીને લેખ પણ છે. અન્ય પાંત્રીસ લેખો વિવિધ રીતે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક છે. તેમ જ કાવ્યો પણ વિવિધ છંદમાં બનાવ્યા છે. શૈલી પણ સુંદર છે, અને વાચકે તે સર્વ લેનાં વાચનથી સૂક્ષ્મ આધ્યાત્મિક ભૂમિકામાં જઈ શકે તેમ છે. શ્રી ફતેહચંદભાઈને અભિનંદન આપું છું અને તેઓ અનેક સંસ્થાઓની સેવા કરી રહ્યા છે. તેમ જ લગભગ પચ્ચીસ પુસ્તકની પ્રસ્તાવનાઓ તેમણે લખી છે. તેથી સવિશેષપણે કરવા દીર્ધાયુ થાઓ તેમ શાસનદેવને પ્રાર્થના કરું છું.
મુંબઈ વિ. સં. ૨૦૧૮ ચૈત્ર સુદ ૧૧ રવિ, તા. ૧૫-૪-૬૨
રતિલાલ ચીમનલાલ શાહ
B. Com. Member-Development Council
( Bycycles)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org