SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬ ] * જૈન દર્શન મીમાંસા દરેક મનુષ્યને ધર્માંની જરૂર છે, એ આ ઉપરથી સ્વત: સિદ્ધ છે. તે ધર્મના શબ્દાર્થ શું છે, ફલિતા શુ છે, ધથી આત્માની ઉત્ક્રાંતિને કેવી અસર થાય છે, ધર્મને નામે ધર્માભાસા પ્રચલિત હોવાથી શુદ્ધ ધર્મનાં તત્ત્વાની ઓળખાણ કરતાં પ્રાણીઓને કેવી ગુંચવણ આવી પડે છે, શુદ્ધ ધર્માંનું બાહ્ય અને આંતરસ્વરૂપ કેવું હોય છે, તે સ્વરૂપના જ્ઞાનથી આત્મા પે!તાને કેવી સુંદર રીતે એળખી શકે છે અને ત્યારપછી તદ્દનુકૂળ આચરણ કરવાથી કેવી રીતે સહજમાં ભવભ્રમણ ટળી જાય છે-વગેરે હકીકત હવે પછી આપની રામક્ષ રજૂ થશે. યોગશાસ્ત્રકાર શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી કહે છે કે : दुर्गतिं च प्रपत्प्राणिधारणाद्धर्म उच्यते । ક્રુતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખે (ઉચ્ચ ગતિમાં લઈ જવા પ્રયત્ન કરે) તે ધર્મ કહેવાય છે. દુનિયામાં પ્રચલિત થયેલા પાંચ દર્શાના એમ જ કહે છે કે અમેએ સ્વીકારેલાં તત્ત્વા, સિદ્ધાંતા અને ક્રિયાકાંડાને અમે ધર્મ કહીએ છીએ. અમે જે જે ફરમાનાનું પાલન કરીએ છીએ તે તે શુદ્ધ ધર્માંધી ઉદ્ભવેલાં છે અને અમારી માન્યતા પ્રમાણે તે તત્ત્વ અને ક્રિયાકાંડે અમારા આત્માની મુક્તિને માટે થશે, જ્યારે હું જૈન દર્શન પણ તેમ જ કહે છે પાંચ દર્શાનાનાં નામ આ પ્રમાણે છે— (૧) બૌદ્ધ (૨) સાંખ્ય, (૩) નૈયાયિક, (૪) મીમાંસક, (૫) ચાર્વાક, આ પાંચ દાની સરખામણી જૈન દર્શન સાથે કરવાના મુખ્ય ઉદ્દેશ આ લેખને નથી પરંતુ મુખ્યત્વે કરીને જૈનદર્શનનાં તત્ત્વા સંક્ષિપ્ત રીતે દર્શાવવાના હેતુ છે. તે પણ આ પ્રસંગે એટલું કહેવુ જરૂરનું છે કે પૂર્વત નામથી પ્રચલિત દર્શોના એ જિનેશ્વર પ્રભુ રૂપ પુરુષનાં અંગેા છે અથવા જિનેશ્વરરૂપ હસ્તીના પગ, સુંઢાદિ અવયવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy