________________
[૧૫] મંત્ર-જપ, તીર્થ યાત્રાઓ લગભગ દરરોજ પ્રભુ પૂજન, પ્રતિષ્ઠાઓ, અષ્ટફિકામહેસવો, શાંતિ સ્નાત્રો, નવકારસી જમણો, સુપાત્રદાન, અનેક સંસ્થાઓની સેવા અને અભિનવ જ્ઞાન સાહિત્યની ઉપાસના વગેરેને જીવનમાં લાભ મળ્યો છે. તદુપરાંત “રી” પાળતાં ભાવનગરથી સિદ્ધગિરિજી તરફ લગભગ તેરસે યાત્રિક સાથે સંઘપ્રયાણ અને તીથ માલા પરિધાન મારા પિતાશ્રીના અવસાન પછી સહકુટુંબ થયાં છે; જ્ઞાનાવરણીય કર્મના પૂર્વ જન્મના ક્ષયોપશમાનુસાર આ જન્મમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સુંદર નિમિત્તો મળ્યા છે. જેમાં પૂ. પં. મ. ગંભીરવિજયજી, પૂ. પં. મા. મણિવિજયજી, પૂ. આ. શ્રી વિજયનેમિસૂરિજી, પૂ. આ. શ્રી આનંદસાગરજી, પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી, પૂ. મુ. શ્રી કપૂરવિજયજી, અમારા પૂ. પિતાશ્રી, સ્વ. વ. કુંવરજી આણંદજી વગેરે નિમિત્તભૂત હતા, પરંતુ ચારિત્ર મોહનીય ક્ષપશમ જોઈએ તેવો બળવાન થવા માટે પુરુષાર્થ થયે નથી.
શ્રી સિદ્ધગિરિજીની નવાણું યાત્રાની અભિલાષા હજુ સુધી અપૂર્ણ રહી છે. પાંચ સમવાય જ્યારે સાનુકૂળ થશે ત્યારે ઈષ્ટિસિદ્ધિ થશે તેમ આશા રાખી રહ્યો છું.
આ સર્વ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના જે જે કાર્યો જીવનમાં થયાં છે, તેની મન-વચન-કાયાથી અનુમોદના કરું છું અને અઢારે પાપસ્થાપકે, રાત્રિ ભેજને, ભક્ષ્યાભર્યો અને પેયાપેયના ખાનપાને, હિંસક દવાઓ તથા ઈજેકશન વગેરે, વિભાવપરિણતિઓ, પંચેંદ્રિયને દુરુપયોગ, કષાયના આવે અને તજજન્ય અહં અને મમત્વ ભાવનાના વળગણ વગેરે-જે જે આચર્યા હોય તેને આત્મસાક્ષીએ અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરું છું.
માનવ જીવનમાં દીર્ઘ આયુ એટલા માટે ઈષ્ટ છે કે, પૂર્વોપાર્જિત અનેક પાપકર્મોની સકામ નિર્જરા કરવા તથા આભામાં વિશેષ પ્રકાશે જીવન પર્યત મેળવવા આવા રત્નત્રયની પ્રાપ્તિવાળાં સાધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org