SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૪] જૈન દર્શન મીમાંસા આ રીતે સત્તામાં રહેલે શુદ્ધ ધર્મ–સ્વરૂપ પ્રકટ કરતાં અત્યંત બહુમાનપૂર્વક આમિક વીર્ય ઉલ્લાસાયમાન થાય છે. આ પ્રસંગે આત્માની સ્થિતિ પોતે અનુભવ કરનાર જ જાણે છે. કેમકે અનાદિ કાળથી પૂર્વ પરિચિત ટેવોમાં ટેવાયેલ આમા એકદમ સત્ય વસ્તુનું ભાન થતાં કાંઈક નવા સ્વરૂપમાં પિતાને જુવે છે અને અવર્ણનીય આનંદ તે પ્રસંગે અનુભવે છે. જેમ પર્ણકુટીમાં નિરંતર વસનાર અને નિદ્રા વખતે તેવા જ સંસ્કારમાં સુના-જાગૃતિ સમયે પોતાને કોઈ વિદ્યાધરના પ્રયોગથી દિવ્ય ભુવનમાં આવેલ છે, તે સમયે તેના હૃદયમાં જે ચમત્કાર ઉપજે છે તે જ કાંઈક ચમત્કાર આ સમયે પ્રકટે છે. તેનું વર્ણન ગમે તેવી કસાયેલી કલમ કરી શકતી નથી, અને ગમે તેવો વકતા વિવરણ કરી શકતે. નથી માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો સામાન્ય રીતે આભામાં દાખલ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે તેને યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવા પડે છે. આ કરણ એ આત્મવીર્યની સ્કુરાયમાન જુદી જુદી અવસ્થા છે. એ અવસ્થાઓ પસાર કર્યા પછી સખ્યત્વ નામે ગુણ પ્રાપ્ત થાય છે. ભવિતવ્યતાના યોગે કહો કે અજાણ્યે આત્મબળની એકાએક વૃદ્ધિથી કહે, અષ્ટકમ પૈકી આયુષ્યકમ વિના શેષકર્મની એક કેડીકેડી સાગરોપમની સ્થિતિથી કાંઈક ન્યૂ સ્થિતિવાળા થાય છે ત્યારે જે આમવીર્ય તેનું હોય છે તેને જ્ઞાનીઓ એ યથાપ્રવૃત્તિકરણ એવું નામ આપેલું છે. તેટલા સંયોગ પ્રાપ્ત થયા પછી જે આત્મવીર્ય, પ્રગતિ કરતાં રાગદ્વેષની નિવિડ ગ્રથિ તોડે તેને અપૂર્વકરણ એવું નામ આપેલું છે. અને પછી અનિવૃત્તિકરણરૂપ જે આત્મવીર્ય સમ્યગદર્શન પ્રાપ્ત કરાવવાપૂર્વક–અવશ્ય અર્ધ પુલ પરાવર્ત જેટલા મોડામાં મોડા કાળમાં પણ આત્માને સર્વથા મુક્ત કરાવી આપે છે તે પ્રાપ્ત થાય છે. પરિણામની વિશુદ્ધિએ અહીં આત્મા સર્વ પ્રાપ્ત કરે છે. શક્તિરૂપે રહેલો તે ગુણ વ્યક્તરૂપે અનુભવે છે. આ વખતે દર્શન મોહનીય ત્રિક તેમ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો કાં તો સર્વથા ઉપશમ થાય છે, અથવા તેટલા કાળ સુધી ઉદયમાન થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy