________________
જીવન પરિમલ
[ ૧૩
પુનરાવર્તન, ચિંતન, મનન અને નિદિધ્યાસન કરવુ જોઇએ, અને તેની ટેવ પાડવી જોઇએ. જ્ઞાનપ્રાપ્તિના હેતુ આત્માની અને મનની શુદ્ધિ અને નિર્માળતા કરવાને છે. મનની શુદ્ધિ અને નિર્માંળતા થાય તે જ વિચાર અને વન શુદ્ધ અને નિળ થાય છે, અને જીવન આનંદમય અને છે. વસ્તુ સ્વરૂપની સાચી સમજણ થાય ત્યારે જ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રના ગુણા ક્રમેક્રમે વૃદ્ધિ પામે છે. આ લક્ષ્ય અને આ પ્રકારની સમજણુ રાખીને જો અભ્યાસ કરવા-કરાવવામાં આવે તેા જ ધાર્મિક જ્ઞાનની સાર્થકતા છે. ક્રિયા ગમે તેટલી કરીએ, જ્ઞાન ગમે તેટલુ મેળવીએ છતાં જીવન અને રહેણીકરણીમાં પવિત્રતા, નિર્માંળતા અને અનાસક્તિ ભાવ ન હાય તે! તે ક્રિયા કે તે જ્ઞાનની પ્રતિભા પડતી નથી કે તેની અસર માનવસમૂહ ઉપર જોઇએ તેવી થતી નથી.
*
શ્રી ફતેહ દ્રભાઇ લાકપ્રિય છે, એટલું જ નહિ, પણ તેમના પ્રત્યે સૌને માન અને સદ્ભાવ થાય છે, તેનુ કારણ તેમની સરળતા અને નિખાલસતા છે, કે જે તેમનાં આંતરિક શુદ્ધ જીવનને આભારી છે. સાચા સજ્જન તે જ કે જેના વિચાર, વાણી અને વર્તનમાં પવિત્રતા અને એક વાક્યતા હોય. આવા સજ્જને આજે બહુ એછા જોવામાં આવશે. છદ્મસ્થપણુ અને સંસારી જીવન હોય, એટલે કાઇ કાઇ વખત પ્રસગને લઈને વિચાર કે વર્તનમાં અશુભ ભાવ કે અશુભ ચિંતન થઈ આવે, તે સહજ છે; પરંતુ આંતર જાગૃતિ તરત જ ચેતવણી આપીને ખોટુ કરતાં અટકાવી દે છે. આ જાતની આત્મજાગૃતિ જેમાં હોય તે જ ક્રમે ક્રમે આત્મકલ્યાણ સાધી શકે,
આધ્યાત્મિક દૃષ્ટિ :
સંસારનું યથાશક્તિ સ્વરૂપ જાણ્યા અને સમજ્યા પછી તેની ખાટી અસરમાંથી મુક્ત થવાના સતત પુરુષાર્થ કરવામાં આવે તે તેમાંથી ઉચિત પ્રમાણમાં આત્મજાગૃતિની વૃદ્ધિ થાય છે. આત્મા શું? આત્માનું સ્વરૂપ શું? આત્માના સ્વભાવ શુ' ? આત્માની શક્તિ શું ? આત્માની જાગૃતિ શું ?–આ બધું ક્રમે ક્રમે અભ્યાસથી જાણ્યા અને સમજ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org