________________
[૩૪]
જૈન દર્શન મીમાંસા અને સમ્યક્ત્વ મોહનીયનું સ્વરૂપ દર્શન કરવાને માટે સમ્યક્ત્વ શું છે તેની પર્યાચના કરીએ. કહ્યું છે કે –
दसण भट्ठो भठ्ठो दंसण भट्ठस्य नथिथ निव्वाणं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥
સમ્યકત્વથી ભ્રષ્ટ પ્રાણી સર્વથી ભ્રષ્ટ છે, કેમકે સમ્યકત્વ રહિત પ્રાણીને કદાપિ મોક્ષ નથી. દ્રવ્ય ચારિત્ર લીધા વગરના પ્રાણુઓ મુક્તિ પામેલા છે, પરંતુ સમ્યકત્વ રહિત પ્રાણીઓ કદાપિ મુક્તિ પામ્યા નથી.”
સમ્યકત્વનું સ્વરૂપ અને તેને ઉત્પત્તિ કમ
સમ્યકત્વનું મૂળ સ્વરૂપ પુરુષાર્થ સિદ્ધયુપાયમાં નીચે પ્રમાણે કહેવામાં આવેલું છે.
जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्तव्यं ।
श्रद्धानविपरीताभिनिवेश विविक्तमात्मरूपंतत् ।। “જીવ અને અછવાદિ વાસ્તવિક પદાર્થોનું સર્વથા વિપરીત–-હઠાગ્રહ રહિત શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે અને તે આત્માનું સ્વરૂપ માત્ર છે. સર્વજ્ઞ કથિત તો શ્રદ્ધારૂપે તદ્દન સત્ય છે એવી આત્મામાં પ્રતીતિ થવી, તે વ્યવહાર સમ્યકત્વ અને આત્મા અને જડના ભેદ જ્ઞાન વડે વિચાર અને નિર્ણયપૂર્વક તત્ત્વ પ્રતીતિ થવી તે નિશ્ચય સમ્યકત્વ કહેવાય છે. તેની ઉત્પત્તિ બે પ્રકારથી થાય છે. નિસ અને મધામ, સહજ વિચાર કરવાથી આમપ્રતીતિ થાય તે નિસર્ગ અને કઈ મહામાના ઉપદેશ વડે આત્મજાગૃતિ થાય તે અધિગમ. જ્યાં સુધી સમ્યકત્વનો અભાવ છે ત્યાં સુધી તાવ અને કુતત્ત્વને વિવેક દૂર રહે છે. સમ્યગુદર્શન વગરના પ્રાણીઓ મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય આ ત્રણ કર્મપ્રકૃતિથી પરાભવ પામે છે. અનંતાનુબંધિ ક્રોધ, માન. માયા, લેભ અને આ ત્રણ મેહનીય એકંદરે સાત પ્રકૃતિનો ક્ષયઉપશમ હોય તે જ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યકત્વ ત્રણ પ્રકારે આ રીતે છે. ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક. પૂર્વોક્ત સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org