________________
[ ૧૩૦ ]
જૈન દર્શન મીમાંસા યાદશક્તિને નમૂને છે; ત્યારપછી તેમણે સં. ૧૬૮૮ માં દીક્ષા લીધી. . સં. ૧૭ ૮ માં ઉપાધ્યાય પદવી એમને મળી, સં. ૧૭૪૩ માં ડભોઇ (દર્ભાવતી) નગરીમાં તેઓશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
તત્વાર્થ કારિકામાં શ્રીમદ્દ ઉમાસ્વાતિ વાચકે પ્રભુ શ્રી વર્ધન માનસ્વામી સંબંધમાં કહ્યું છે કે, “માવતમાવો મનેy” અર્થાત જન્મ જન્માંતરના સંસ્કાર પછી તીર્થકરપણું મળેલું છે; તેમજ
ભગવદ્ગીતા” માં પણ કહેવામાં આવ્યું છે કે, ગુચીન શ્રીમતી હે ચોકમૃદોડશ ગાયતે” અર્થાત પૂર્વ જન્મમાંથી યોગભ્રષ્ટ થયેલા આત્માનો જન્મ પવિત્ર કુટુંબમાં થાય છે અને એ જન્મમાં એગમાર્ગની શરૂઆત કરે છે તેમ ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી માટે પણ કહી શકાય.
એકવીસ દિવસ પર્યત “હું”ના બીજથી સરસ્વતી દેવીનું એમણે આરાધન કર્યું હતું. એકવીશમા દિવસની રાત્રિએ સરસ્વતી દેવી સાક્ષાત્ હાજર થયાં અને તેમને વરદાન માગવા કહ્યું. શ્રી યશેવિજયજીએ જૈન શાસનના ઉદ્ધારાર્થે શાસ્ત્રો રચવામાં સહાય માગી. સરસ્વતી દેવીએ કહ્યું: “તે પ્રમાણે થાઓ !” એમ કહી દેવી અંતર્ધાન થયાં.
એમને ઉપાધ્યાય પદવી શ્રી વિજયપ્રભસૂરિજીએ આપી હતી. તે વખતે યતિઓમાં ચાલતા શિથિલાચારને દૂર કરવા તેમણે શ્રી સત્યવિજયજી પંન્યાસની સાથે મળી ક્રિોદ્ધાર કર્યો હતો.
જેમ શ્રીમાન હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ગ્રંથને છેડે “વિરહ શબ્દ રાખેલે હતો, તેમ શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સ્વરચિત ગ્રંથની શરૂઆતમાં “” શબદ સંકેતરૂપે રાખેલ છે.
ઉપાધ્યાયજીને શ્રી આનંદઘનજી સાથે સમાગમ થયે હતો. આબુની યાત્રા કરી તેટલામાં શ્રી આનંદઘનજીની શોધ કરતાં તેઓ મળી ગયા આનંદઘનજી કે જેઓ અધ્યાત્મયોગી હોઈ પાછળથી એકાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org