________________
[ ૪૨ )
અભિપ્રાય-દર્શન (૧૫)
જ્યાં જ્યાં રસ ચુસવાની તક હોય ત્યાંથી રસ ચુસી લેવો એ ભ્રમરની પ્રકૃત્તિ.
સતત પ્રયત્નશીલ રહીને સુમધુર મધપૂડાની રચના કર્યો જવી એ મધમાખીની પ્રકૃત્તિ.
એમ જ્યાં જ્યાં તત્વજ્ઞાન મેળવવાની તક હેય, આત્મલાસને અધ્યાત્મ રસ મળવાની જ્યાં જ્યાં શકયતા હોય ત્યાં ત્યાં પહોંચી જવું– રસ ચુસી લે એ ફતેહચંદભાઈની પ્રકૃત્તિ. અને કોઈ પણ શુભ પ્રવૃત્તિ હાથમાં લીધી એટલે તે પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શ્રીયુત ફતેહચંદભાઈને મુખ્ય સ્વભાવ.
માનવ-જીવનમાં જ્યારે આવા ગુણે સહજભાવે અંકિત થાય છે ત્યારે તે વ્યક્તિને વિકાસ પણ સહજભાવે દિનપ્રતિદિન થતો જ આવે છે.
શ્રીયુત ફતેહચંદભાઈની જીવન રેખાને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઉપરને મહાગુણ એમના જીવનમાં સહજભાવે વણ હોય તેમ આપણને દેખાઈ આવે છે.
તત્વચિંતન અને નમ્ર સેવાભાવ એમના જીવનમાં ભર્યો જ હતો. તેઓશ્રીના પિતાશ્રી ઝવેરભાઈ ભાઈચંદના તત્ત્વજ્ઞાન અને ધર્મપરાયણ સંસ્કારી જીવનની છાયા તેમનામાં પડી, અને લધુ વયથી જ દર્શનશાસ્ત્રને અભ્યાસ કરવાની શુભ વૃત્તિ તેઓશ્રીમાં જાગી, તેના પરિણામે દર્શનશાસ્ત્ર જેવા કઠણ વિષય ઉપર ઊંડુ તલસ્પર્શી સાહિત્ય આલેખી શક્યા છે. આ ગ્રંથમાં રજુ થએલ તેઓશ્રીના લેખે, અને એ ઉપરાંત તેઓશ્રીએ બીજા જે અનેક લેખે, પ્રસ્તાવના, વિવેચને વગેરે લખ્યા છે, તેમાં તત્ત્વજ્ઞાનનું ઊંડું ચિંતન, તુલનાત્મક દ્રષ્ટિ અને અધ્યાત્મભાવનાનું વહેતું ઝરણું આપણે જોઈ શકીએ છીએ. - જીવનની ઉગમણથી જ તેઓશ્રીએ, જ્યારે જ્યારે, જ્યાં જ્યાં તત્વજ્ઞાનના અભ્યાસની તક મળી છે ત્યારે ત્યારે ઉત્સાહપૂર્વક તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org