Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 221
________________ [૪૪] અભિપ્રાય-દશન ( ૧૬ ) આગામી વિજ્યાદશમીને દિવસે જૈન સમાજના એક મૂક સેવક, ધાર્મિક સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સુંદર કામગીરી બજાવનાર શ્રી ફતેહચંદ ઝવેરભાઈ પંચોતેર વર્ષ પૂરાં કરીને છોંતેરમા વર્ષમાં પ્રવેશ કરે છે, તેમને અમે અંતરનાં ઊંડા અભિનંદન પાઠવીએ છીએ. જીવનની ત્રણ પચ્ચીશી વટાવી ચૂકેલા શ્રી ફતેહચંદભાઈ હજુ યુવાન જેટલે જ ઉત્સાહ ધરાવે છે, અને અનેકવિધ સાંસારિક ઉપાધિઓમાં પણ સમાજ અને સંઘ તરફનાં કર્તવ્ય પ્રત્યે સતત જાગૃતિ બતાવે છે, એ જેવી તેવી વાત નથી. સંઘની નાની મોટી કોઈ પણ યોજના તૈયાર થઈ હોય તો તેમાં શ્રી ફતેહચંદભાઈ આગળ ચાલે અને એ જનાને પાર પાડવાને પૂરતો પ્રયત્ન કરે, એ અમારા અનુભવ પરથી અમે જોયું છે. તેઓ ધાર્મિક શિક્ષણ સંઘ ઊપરાંત બીજી પણ અનેક સંસ્થા એને પોતાની બહુ મૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. જેમાં શ્રી જૈન છે. એજ્યુકેશન બોર્ડ, શ્રી ગોડીજી જ્ઞાન સમિતિ, શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈન આત્માનંદ સભા, શ્રી લુહાર ચાલ પ્રીન્સેસ સ્ટ્રીટ જેન સંધ, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ જેવી પ્રખ્યાત સંસ્થાઓને સમાવેશ થાય છે. - તેમણે આજ સુધીમાં લગભગ ત્રીશ ગ્રંથની પ્રસ્તાવનાઓ લખી છે અને આત્માનંદ પ્રકાશમાં તથા અન્ય સ્થળે જૈનતત્ત્વ વિષયક લેખ લખ્યા છે જેને સંગ્રહ કરીએ તો એક મેટ દળદાર ગ્રંથ થાય. આ શુભ પ્રસંગે તેમને તે વર્ષનું આયુષ્ય ઈચ્છીએ છીએ અને તેમના દ્વારા સમાજને વધુ ને વધુ લાભ થતો રહે એવી શાસનદેવને પ્રાર્થના કરી વિરમીએ છીએ. મુંબઈ સં. ૨૦૧૬ આસો જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા સને ૧૯૬૦ સપ્ટેમ્બર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226