________________
*
*
*
*
*
-
-
-
-
-
[૩૬]
અભિપ્રાય-દર્શન ૧૯૬૭ થી વર્તમાન સમય સુધી વિવિધ લેખે અને કાવ્યો દ્વારા પ્રકાશિત છે. અધ્યાત્મજ્ઞાન આપનારા એમના એ લેખેના બે સંગ્રહ “જૈનદર્શન મીમાંસા ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી તથા સ્વાનુભવચિંતન હાલમાં શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થાય છે એથી જિજ્ઞાસુ વાચકોને વિશેષ આનંદ થશે.
એ લેખોમાં જૈનધર્મની તુલનાત્મક વિચારણ, સાથે દ્રવ્યાનુગાદિ ચાર અનુગે, ચાર નિક્ષેપા, પાંચ સમવાય-કારણો, સ્થાવા, સપ્તભંગી, સાત ન, અને કર્મશાસ્ત્ર સંબંધી વિચારણા છે. તેમાં વાચક મુખ્ય શ્રી ઉમાસ્વામિજીના તત્ત્વાર્થસૂત્ર, શ્રી સિદ્ધર્ષિની ઉપમિતિ ભવપ્રપંચાકથા, તથા અધ્યાત્મ-નિક મહાત્માઓ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉ૦ શ્રી યશોવિજયજી, ઉ૦ શ્રી વિનયવિજયજી, શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી, આદિનાં મહત્ત્વનાં વચને પણ ઉધૃત કરેલાં જણાશે.
“પવિત્ર જીવન અને તેની પ્રતિજ્ઞાઓ,” સાત્વિક વૃત્તિનું ઝરણું, વગેરે અનેક લેખ મનન કરવા ગ્ય અને જીવનમાં ઉતારવા યોગ્ય જણાશે.
વિશેષમાં સ્વ. ધર્મનિષ્ઠ પિતાશ્રીના શુભ સંકલ્પ પૂર્ણ કરનાર પિતૃ-ભક્ત શ્રી ફતેહચંદભાઇએ ભાવનગર, પાલીતાણા, મુંબઈની જૈન સમાજની અનેક સંસ્થા-સભા-સમિતિઓને પિતાની અમૂલ્ય સેવાઓ આપી પિતાના જીવનને ધન્ય-કૃતાર્થ બનાવ્યું છે, એટલું જ નહિ શ્રી વીશા શ્રીમાળી વણિક જ્ઞાતિને દીપાવી છે, જૈન સમાજને ઉજવળ યશસ્વી બનાવ્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓ દીર્ઘ આયુષ્યમાન થઈ જૈન શાસન-સમાજની વિશિષ્ટ સેવા બજાવવા શક્તિશાલી થાય. - વડોદરા વિ. સં. ૨૦૧૮ ફાગુન
લાલચંદ ભગવાનદાસ ગાંધી શુકલ ત્રયોદશી
( નિવૃત્ત જૈન પંડિત) -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org