Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 214
________________ અભિપ્રાય-દર્શન [૩૭] ( ૧૩ ) મુરબ્બી શ્રી ફતેહચંદભાઈએ લગભગ અડધી સદી પહેલાં ભાવનગર “આત્માનંદ પ્રકાશ માસિકમાં લખેલા લેખોમાંથી ચાર લેખે, ભાવનગર જૈન આત્માનંદ સભા જૈનદર્શન મીમાંસાના નામથી પ્રકાશિત કરે છે તથા બાકીના લગભગ સાડત્રીસ લેખો અને પચીસ કાવ્ય, સમાજને ઉપયોગી હૈઈ મુંબઈ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તેઓશ્રીની અનેક વર્ષોની સેવાના પ્રતિકરૂપે “સ્વાનુભવ ચિંતન” નામથી પ્રકાશિત કરે છે, તે જૈન સમાજ માટે ગૌરવરૂ૫ છે. જેનદન મીમાંસાને તેમને લેખ સંસ્કારી ભાષામાં જૈનદર્શનનું વ્યાપક સ્વરૂપ અને જૈનદર્શન વિશ્વધર્મ કેવી રીતે હોઈ શકે તેનું સવિસ્તર વર્ણન, નય, નિક્ષેપ, અનુગો, સપ્તભંગી અને પૂર્વના મહપુરૂષોની સહાદતથી ભરપુર છે. બીજે લેખ “તુલનાત્મક દ્રષ્ટિએ જૈનદર્શન માં વિવિધ ધર્મો, દર્શનની તુલના, સ્યાદવાદ દ્રષ્ટિએ જૈનદર્શન સાથે કરી સર્વ દર્શનનું અવતરણ પ્રાતે જૈનદર્શનમાં સમાઈ જાય છે તે વિસ્તારપૂર્વક દર્શાવેલ છે. - ત્રીજો લેખ “શ્રી મહાવીરનું આંતર જીવન” અને ચોથે લેખ એમના કુટુંબ તરફથી સં. ૧૯૭૧માં ભાવનગરથી સિદ્ધાચલ તરફ કાઢેલ પદ્યાત્રા સંઘની પરિમલરૂપે ટાણા મુકામે સ્વઊ૦ શ્રી વીરવિજયજી મહારાજે ભણવેલી સમ્યગૂ-દર્શનની પૂજાના વિવેચનરૂપે છે. પાંચમે લેખ “મહાન તિર્ધર ઊ. શ્રી યશોવિજયજી સંબંધમાં સં. ૨૦૧૩ માં લખાયેલ લેખ છે. બીજા અન્ય લેખોમાં “દિવ્ય ભાવના બળ” “સમયોચિત સેવા” “વિવેક બુદ્ધિને વિનિપાત” “વિશ્વની વિચિત્ર ઘટનાઓ” “વિશ્વમાં આત્માનું સ્થાન” “જીવન અને મૃત્યુ” “માનસિક ખીલવણી” વગેરેમાં સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક તત્વોનું સૂક્ષ્મ અવલોકન છે, અને વાંચમને ઉચ્ચ પ્રકાશ સમર્પે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226