________________
અભિપ્રાય-દર્શન
[૩૧] આ પ્રસંગે મારા એક સ્વ. મિત્ર શ્રી મોતીચંદભાઈ સેલિસિટર મારા સ્મરણમાં આવે છે. માત્ર રોજની એક સામાયિકના ટાઈમમાં લખવાની ટેવથી તેમણે ઘણું જ ઊંચું અને મોટું સાહિત્ય સર્જન કર્યું છે.
મારા વડીલ મિત્ર શ્રી ફતેહચંદભાઈને હું વિનંતિ કરું છું કે જ્યારે તેઓ ઘણું જ ઉપાધિઓથી મુક્ત થયા છે ત્યારે તેઓ પણ જૈન તત્ત્વજ્ઞાન વગેરે ઉપર યુવક વર્ગની જૈન ધર્મ તથા જૈન તત્ત્વજ્ઞાન તરફ અભિરુચિ વધે તેવી શૈલીથી એક પુસ્તિકા લખે તે જૈન તથા તત્વની રુચિવાળા જૈનેતર સમાજ ઉપર કાયમને અને માટે ઉપકાર થશે.
કેશવલાલ નગીનદાસ શાહ ( B. Com.) વસંત પંચમી
માનદ કેશાધ્યક્ષ વિ. સં. ૨૦૧૮
શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તા૯-૨–૧૯૬૨
માનદ મંત્રી
શ્રી જૈન સાહિત્ય સભા (૧૦)
શ્રી ફતેહચંદભાઇના અતિ નિકટ પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને મળ્યું નથી તેમ છતાં આ સૌજન્યમૂર્તિએ મારા મન ઉપર ઘણી ઊંડી છાપ પાડી છે, એમ કહું તો તેમાં અતિશયોક્તિ નથી. તેમની આજીવન સેવાપરાયણતા, તેમને અધ્યામરંગ, તેમની કર્તવ્યબુદ્ધિએ મારા હૃદયમાં તેમને માટે સભર સન્માનની ભાવના ઉભી કરેલી છે. તેમના લગભગ પચાસ વર્ષ પહેલાંના જૈનદર્શન મીમાંસા વગેરે લેખો ભાવનગર શ્રી આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થાય છે. તથા અન્ય લેખ અને કાજો મુંબઈ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થાય છે.
જૈન સમાજમાં જે ચેડાએક સહૃદય કાર્યકર્તાઓ છે તેમાં શ્રી ફતેહચંદભાઈનું સ્થાન મોખરે છે. સ્વ. શ્રી લલ્લુભાઇ કરમચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org