________________
અભિપ્રાય-દર્શન
[૨૯] છેલ્લાં પાંચ વર્ષ થયાં આવ્યો છું. શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમની મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે તથા જૈન ધાર્મિક શિક્ષણ સંઘના અગ્રગણ્ય કાર્યકર્તા તરીકે, તેઓની સેવા અમૂલ્ય છે. તેઓશ્રીએ મુંબઈ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે જે સુંદર સલાહ સૂચના મંડળને આપી છે તે ભૂલી શકાય તેમ નથી. આ સિવાય ઘણી સંસ્થાઓમાં તેઓ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, તે માટે સમાજ તેઓને ઋણી છે. તેઓના લેખો તથા કા મૌલિક અને અર્થગાંભીર્યથી ભરપૂર છે. તેમાં અધ્યાત્મજ્ઞાન ઝળકી ઊઠે છે.
મારા પૂજ્ય પિતાશ્રીના ફંડ તરફથી પ્રકટ થયેલ શ્રી જૈન ગુર્જર સાહિત્યરત્ન તથા તેની કાવ્ય પ્રસાદી ભા. ૧લા માટે વિ. સં. ૨૦૧૬માં લખી આપેલ પુરોવચન માટે હું તેમને ઋણું છું.
શાસનદેવ તેઓને આવી સમાજ સેવા અને સાહિત્ય સેવા કરવા માટે દીર્ધાયુષ્ય બક્ષે એવી પ્રાર્થના સાથે વિરમું છું. મુંબઈ વિ. સં. ૨૦૧૮ લી. ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી
વસંત પંચમી (ટ્રસ્ટી શ્રી ગેડી દેવસૂર સંઘ)
(૮) - શ્રી ફતેહચંદભાઈ જૈન સમાજના એક પીઢ સેવક તરીકે જાણીતા છે. અને તેમને પરિચય આજથી ૨૦ વર્ષ પહેલાં થેયે અને તેમણે પિતાનાં વિનમ્ર, માયાળુ સ્વભાવની મારા પર ન ભૂંસાય તેવી છાપ પાડી. જૈન ધર્મનું તેમનું ઊંડું જ્ઞાન જોઈને હું મુગ્ધ બન્યો. તેમને મેં મારા મુરબ્બી માન્યા અને આજ પર્યત માનતો રહ્યો છું. નૈતિક વિષયો પરનું તેમનું જેવું ઊંડું જ્ઞાન છે તેટલું જ નૈતિક દષ્ટિએ તેમનું જીવન ઉચ્ચ છે–એમ મારા અંગત અનુભવ પરથી કહી શકું તેમ છું.
તેઓ જૈન આત્માનંદ સભા–ભાવનગર, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંધ-મુંબઈ, જૈન શ્વેતાંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org