________________
અભિપ્રાય-દર્શન
[૨૭] (૪)
પૂ. શ્રી સુરચંદભાઇ પુત્ર બદામીએ તથા શ્રી ફતેહચંદ ઝવેરભાઇ કે જેઓ ધર્મશાસ્ત્રમાં નિષ્ણાત છે, તેમણે પહેલી બે આવૃત્તિઓ સુધારી આપી હતી. આ આવૃત્તિ પણ શ્રી ફતેહચંદ ઝવેરભાઈએ સુધારી આપી છે. આ માટે તેઓશ્રીને હાર્દિક આભાર માનું છું. શ્રી ફતેહચંદભાઈએ તો મને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે, યોગ્ય માર્ગદર્શન આપ્યું છે.
સરલ સ્યાદ્વાદ મત સમીક્ષા–-શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ
( ૫ )
વિદ્વત્ન, સૌજન્યમૂર્તિ શ્રી ફતેહચંદ ઝવેરભાઈનું જ્ઞાનપ્રચુર આમુખ શ્રી આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ પુસ્તકને વધારે સમૃદ્ધ કરે છે.
વિ. સં. ર૦૦૯-શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકર
( ૬ )
મુરબ્બી શ્રી ફતેહચંદભાઇ ઝવેરભાઈ જૈન સમાજના એક જાણીતા કાર્યકર્તા છે. એમના ધર્મપરાયણ અને સેવાપરાયણ જીવને એમની પાસે ધર્મ અને જીવનનાં વિવિધ પાસાંઓને લગતું ચિંતન કરાવ્યું છે અને અનુભવને નિચોડ અપાવ્યું છે, જે એમના ઘણા લેખ દ્વારા આપણને મળેલ છે. એમની લેખન પ્રવૃત્તિ પચાસેક વર્ષના સુદીર્ઘ કાળ પટ પર વિસ્તરેલી છે. એ લેખમાં આપણને એમના વિચારેની ઉગ્રતા અને સુસંગતતાનું સતત દર્શન થાય છે. એમની પાસે આપણું જૈન ધર્મના ઘણું મહત્ત્વના ગ્રંથનું સુયોગ્ય પરિશીલન છે, કેટલીયે ઉત્તમ સાહિત્યકૃતિઓથી પણ તેઓ સુપરિચિત છે અને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે સરળ અને પ્રાસાદિક ભાષાવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org