Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 202
________________ અભિપ્રાય-દર્શન ૦૦૦૭૭૦૦૦ (૧) “જૈન દર્શન મીમાંસા » પુસ્તકના ૧૩૮ જેટલાં પૃષ્ઠોની એક એફપ્રીન્ટ પુસ્તક પ્રગટ થયાં પહેલાં વાંચવા મળી. આજ દિવસ સુધીમાં જૈનધર્મના સિદ્ધાંતોને સમજાવવા માટે કેટલાક નાના મોટા પ્રયત્નો થયાં છે. તે પ્રયત્ન “જૈન દર્શન મીમાંસા"ના લેખકે લગભગ પચાસ વર્ષ પહેલાં કરેલો છે એ પુસ્તકમાં જૈન ધર્મશાસ્ત્રોમાં પ્રરૂપાયેલી ઝીણી બેટી વાતોને સમજાવવા સારૂ જ્ઞાન, દર્શન, ચારિત્રની સમજણ આપવા પ્રયત્ન કરેલ છે; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કર્મમીમાંસામાં ચંચુપાત કર્યો છે. દ્રવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, વિવિધ કષાયેનો પાશ કેવો ભયંકર હોય છે તેની સમજણ આપવાને યત્ન કર્યો છે, સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવ્યું છે, આત્માને વિકાસ સાધવામાં નડતાં આવરણને પણ ઉલ્લેખ કર્યો છે, સપ્તભંગીની તુલના કરવાનો પ્રયાસ કર્યો છે, સમભંગી જેવા જૈન દર્શનના મુખ્ય સાત ભંગને પણ રજુ કર્યા છે. જૈન ધર્મના સિદ્ધાંતો સાથે અન્ય દર્શનેનાં સિદ્ધાંતોની તુલના કરી તારતમ્ય કાઢવા પ્રયત્ન કર્યો છે, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ચરણકરણનુયોગ એ સઘળાનું જૈન દર્શનમાં જે મહત્ત્વ છે તેને સારો એવો ખ્યાલ આવે છે. એવું ઘણું ઘણું સમજાવતી વખતે કેટલાયે મહાપુરુષની વિચારણાઓમાંથી અવતરણો રજૂ કરીને પોતે આપેલી સમજાવટને સમર્થન મળી રહે છે એવું સાબિત કરવા પ્રયત્ન સેવ્યું છે. જૈન દર્શનને લગતાં આ પ્રકારના અન્ય ઘણું ખરાં પુસ્તકેમાં બન્યું છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં પણ પારિભાષિક શબ્દો મેટા પ્રમાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226