________________
૬ ૧૪]
શ્રીયુત ફતેહદુભાઇની
પછી સ્વ સ્વરૂપમાં મન, વચન અને કાયાની રમણતા કેમ કરવી-એ શીખવું જરૂરનું છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે. આટલી કક્ષાએ જે પહોંચી શકે તેનું જીવન ખરેખર ધન્યવાદને પાત્ર છે.
*
પરંતુ આ બધું પણ હજી પૂરતું નથી. તીત્ર અને કુશાગ્ર બુદ્ધિ આ બધુ જાણી શકે છે કે સમજી શકે, પરંતુ તેટલાથી ધ્યેય સિદ્ધ થયું છે એમ ન કહી શકાય. માત્ર બુદ્ધિ વડે થએલું જ્ઞાન તે પૂર્ણ જ્ઞાન નથી. બુદ્ધિબળના જ્ઞાનીએ આજના જગતમાં ઘણા ય છે, અને ઉત્તરાત્તર તેની સંખ્યા વધતી પણ જશે, પરંતુ તે કક્ષા ટાચની નથી. આ બધા કહેવાતા નાનીએ છે. પેપટ માણસની ભાષા મેલે, તેથી તે માણસ નથી. માણસ બહુ ભણ્યા હાય, તેણે બહુ વાંચ્યું. હાય, ઘણા વિષયાનુ તેને જ્ઞાન હોય, સારામાં સારૂં વક્તવ્ય કરી શકતે હાય, અને બહુ ઉંડા અભ્યાસ હોય છતાં સાચા અર્થમાં તે જ્ઞાની નથી. સાચા જ્ઞાની તે કહેવાય કે જે બુદ્ધિથી મેળવેલા જ્ઞાનને, અનુભવથી સિદ્ધ કરે. અનુભવ કરનાર તેા આત્મા છે, એટલે આત્મા જ્યારે જગતના અને પેાતાના સ્વરૂપને પોતે અનુભવ કરીને તેને જાણે અને જગના હૂંઢો વચ્ચે સાક્ષીરૂપે રહે, ત્યારે જ અહારના જગતને! સાક્ષાત્કાર થાય છે. અને આત્મ સ્વરૂપના તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. આનુ નામ ખરેખર જ્ઞાન છે. શ્રી ફતેહુથદ્રભાઇની જીવનદૃષ્ટિ આ અર્થાંમાં ઘણે અંશે આધ્યાત્મિક છે, અને તેનેા અનુભવ કરવા માટે તેમના પ્રયત્ન ચાલુ છે. આવા ઘણા અંશે નિર્મળ જીવનવાળા પથિકના પથ ઉચ્ચ ગતિ તરફના છે એમ કહીએ તે તેમાં અતિશયેક્તિ પ્રમ કહેવાય ? છદ્મસ્થ મનુષ્યા ગુણદોષવાળા હાઈ શ્રી ફતેહુચંદભાઈમાં પણ અપૂર્ણતા અને નિર્મૂળત હેાય તે સ્વાભાવિક છે, પરંતુ વિશિષ્ટ ગુણાવાળી વ્યક્તિનું જીવન વૃત્તાંત તટસ્થ દષ્ટિએ આલેખવું–એ સમાજ માટે પણ સુટિત છે.
શ્રી ફતેહુંથદ્રભાઈના જીવન સાથે તેમના જીવનની ઘણી જાણવા લાયક અને પ્રેરણા આપે તેવી હકીકત મેળવીને આ પુસ્તકમાં પરિશિષ્ટાવાળું લખાણ મુકતાં એક જાતના આત્મસ તેાષ અનુભવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org