________________
[૧૨]
શ્રીયુત ફતેહચંદભાઈની લાગે કે કોઈ પણ અગત્યને વિષય એવો નથી કે જેને તેમના લેખોમાંથી ઉલ્લેખ ન મળી આવે. ચિંતન, મનન, સંકલન અને વિષયની યથાર્થ રજુઆત એ તેમના લેખનમાં સ્પષ્ટ જણાયા વિના નહિ રહે. ધાર્મિક વિષયનું જ્ઞાન તેમણે આત્મસાત કરેલું છે. તેમના લખેલા અનેક લેખો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. તાવિક વિચારધારા :
તેમની બધી પ્રવૃત્તિઓમાં તાત્ત્વિક દષ્ટિ કેન્દ્રસ્થાને હોય છે. સમાજમાં જે જે પ્રકારની પ્રવૃત્તિઓ અત્યારે ચાલી રહી છે, તે બધીમાં તેઓ ઉલાસપૂર્વક ભાગ લે છે. બધા કાર્યોમાંથી આનંદ મેળવવો અને આનંદમાં રહી જીવન જીવવું-એ તેમના જીવનનું સૂત્ર છે. આને લીધે જીવનમાં કંટાળો કે નિરાશા આવતી નથી, અને સૌની સાથે સ્નેહ અને સંબંધ જળવાઈ રહે છે. નવા સંબંધે જોડાય છે, અને અવનવા પ્રસંગે અને પરિચય દારા વિધવિધ પ્રકારનું જ્ઞાન અને અનુભવ મળે છે. મળતાવડા સ્વભાવ અને મિલનસારપણું એ સમાજ જીવનનો મુખ્ય ગુણ છે.
જીવનમાં બધા ક્ષેત્રે તેઓ ખરેખર કમલેગી છે. કર્મોગની સાધન એ જ તેમનું જીવન છે, એમ કહેવું ખોટું નથી. બધાં કામ અને બધી પ્રવૃત્તિઓ તેઓ ઉલ્લાસપૂર્વક કરે છે, છતાં ખૂબી તો એ છે કે તેમાં તેમને મમત્વ કે આસક્તિ બહુ અલ્પ હોય છે. આ દષ્ટિ જીવનમાં દરેકે કેળવવી જરૂરી છે. તે જ કર્મને ચેપ ઓછો લાગે, અને આત્મા હળવો રહે. સંસારના સ્વરૂપની તાત્ત્વિક દષ્ટિએ વિચારણું અને કર્મબંધની દષ્ટિએ આત્માને બંધનમાંથી મુક્ત કરવાની ભાવના એ જ નિર્મભવ, અનાસક્તિ, સમર્પણ ભાવ, કે વિરાગ દશાને ઉત્પન્ન કરે છે. તેમની બધી પ્રવૃત્તિઓમાં આ દષ્ટિબિંદુ તેઓ રાખી રહ્યા છે. આંતરિક શુદ્ધિ :
જેણે જ્ઞાનપ્રાપ્તિ કરવી હોય તેણે એક નિષ્ઠાથી અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ સારે કરવા માટે અભ્યાસના વિષયોનું વારંવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org