________________
જીવન પરિમલ
[૧૧] પુસ્તકે તેમના જીવન મિત્રો છે. ભાવનગરમાં અને મુંબઈમાં તેમના પાસે લગભગ પાંચ હજાર પુસ્તકવાળું બહુ સારું પુસ્તકાલય છે. તેની વ્યવસ્થા અને સાચવણી પણ એટલી સુંદર છે કે જ્યારે જે પુસ્તક જોઈએ ત્યારે તે પુસ્તક તાત્કાલિક મળી શકે. બીજા અનેકને પ્રેરણા આપીને વાંચનનો શોખ કેળવ્યું છે. આવું વિદ્યાવિલાસી અને અભ્યાસી જીવન એ પણ જીંદગીને એક લ્હાવો છે. સ્વ. શ્રી મોતીચંદગિરધરલાલનાં અપ્રસિદ્ધ લખાણે શ્રી આનંદઘનજીનાં ૫૮ પદે, શ્રી આનંદઘનજીની
વીશીનું વિસ્તૃત વિવેચન, પ્રશમરતિ વિવેચન વગેરે તેમની રૂબરૂમાં શ્રી ફતેહચંદભાઈએ વાંચ્યા અને તપાસ્યાં હતાં જે હાલમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને છપાવવા માટે સુપ્રત થયેલાં છે.
વાંચનથી સમજણ, ગ્રહણ, સ્મરણ અને વિચારશક્તિ ખીલે છે. તે શક્તિને લેખન પ્રવૃત્તિમાં પરિણમવા માટે વિચારોની ક્રમબદ્ધ સંકલના, ભાષાજ્ઞાન, શબ્દકેષ, વ્યાકરણજ્ઞાન, શુદ્ધલિપિ અને સારા અરોની જરૂર રહે છે. શ્રી ફતેહચંદભાઈએ લેખનશક્તિ સારી ખીલવી છે. તેમની લેખનપ્રવૃત્તિ ઘણું છે. પોતે લેખો લખ્યાં છે. ભાવવાહી કાવ્યો લખ્યાં છે. અનેક પુસ્તકોની અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના તથા સમીક્ષા લખી છે, અને મનનીય ભાષણ પણ કર્યા છે. કઈ કઈ સાધુ મુનિરાજને, જૈન વિદ્વાનને કે લેખકને પિતાના પુસ્તકની પ્રસ્તાવના કે આમુખ લખાવવાનું હોય તો તેની દષ્ટિ સૌ પ્રથમ ફતેહચંદભાઈ પ્રત્યે જાય. આવા વિદ્વાન લેખકની સેવા પ્રેમપૂર્વક જ્યારે જોઈએ ત્યારે મળી શકતી હોય તો તેને સ્વીકાર કણ ન કરે ? તેઓએ લગભગ પચીસ પુસ્તકની પ્રસ્તાવના કે આમુખ લખ્યાં છે. પાંચ પૂજાઓના અર્થો લખ્યા છે.
આત્માનંદ પ્રકાશમાં આવેલા જૈન દશન ઉપરના ક્રમબદ્ધ ભાષણો, પ્રત્યેક નૂતન વર્ષના મંગળમય વિધાનો, વિવિધ વિષયના અન્ય મનનીય લેખે, અનેક સભાઓમાં પ્રમુખ કે વક્તા તરીકે કરેલાં ભાષણો–આ બધી લેખનકૃતિઓ જે કાઈ લક્ષપૂર્વક વાંચે તે તેને એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org