________________
જીવન પરિમલ
વિશિષ્ટતા છે, આર્થિક વંટોળ કોઈ કોઈ વખત જીવનમાં ઉપસ્થિત થાય છે, તે છતાં તેમાંથી પસાર થવા માટે પિતાને જ પુરુષાર્થ ફેરવવો, પણ અન્ય કોઈની આશા પણ ન કરવી–એ આ કુટુંબની ટેક જેવું છે. તેમણે આપવાની વૃત્તિ રાખી છે, કદી લેવાની વૃત્તિ રાખી નથી. મુશ્કેલીના સમયે પણ નીતિ ન છોડવી–એ નિયમ શ્રી ફતેહગંદભાઈ જાળવી શક્યા છે. એમના લધુ બંધુ જાદવજીભાઈ જૈન આત્માનંદ સભાના મંત્રી તરીકે છે. બીજા બે બંધુઓ અનેપચંદ તથા ચમનલાલ સરળ આજ્ઞાંકિત અને વિવેકી છે. વડીલબંધુ દુર્લભજીભાઈ શ્રી ગોડજી મંદિરના ટ્રસ્ટી હતા, અને હાલમાં તેમના ભત્રીજા લક્ષ્મીચંદભાઈ શ્રી ગેડીજી મંદિરમાં ટ્રસ્ટી તરીકે તથા મણિલાલભાઈ અને રાયચંદભાઈ ગોઘારી જ્ઞાતિના મંત્રી તરીકે સેવા આપી રહેલ છે.
એમના પુત્ર હિંમતલાલભાઈ પિતાની સેવા કરવા સાથે આજ્ઞાંકિત છે. એમનાં પ્રથમ પત્ની કસ્તૂરબહેનનું અવસાન સં. ૧૯૮૩માં થયું હતું. મોટા પુત્રી જસુમતીબેન જૈન મહિલા સમાજમાં મંત્રી તરીકે છે તથા ઉદ્યોગ મંદિરમાં મધ્યમ વર્ગની બહેનની ઉન્નતિ માટે સેવા આપી રહ્યા છે. એમના દ્વિતીય-તૃતીય પુત્રીઓ લીલાવતીબેન તથા કુસુમબેન સરળ સ્વભાવી છે. તેમના પુત્રવધૂ વસંતબેન પણ શાંત સ્વભાવી અને આતિથ્યપ્રેમી છે. એમના ભાણેજ રાજેન્દ્રકુમાર 5. cow. હાઈ ઈન્કમટેક્ષ એકસ્પર્ટ છે. એમની ભાણેજ નિરજનાબેન B.A. થયેલ છે અને ભાણેજ જમાઈશ્રી ધીરજલાલ C. A. છે. એમના ત્રીજા જમાઈ શ્રી છોટાલાલ સ્વ. વહોરા શ્રી અમરચંદ જસરાજના લઘુપુત્ર છે. ભાઈ હિંમતલાલને બે પુત્રો તથા બે પુત્રીઓ છે. મોટા પુત્ર અજિતકુમાર બી. ઈ. માં અભ્યાસ કરે છે. અને બંને પુત્રીઓ સુહાસીની અને ઇંદિરામાંથી એક ઇન્ટરમાં તથા બીજી એફ. વાય.માં અભ્યાસ કરે છે. નાને મયંકકુમાર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, છતાં ધાર્મિક શિક્ષણ તરફની રુચિ વધતી જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org