________________
જીવન પરિમલ
[ ૭] તે બધું ભેગું કરે, અને કામને પાર પાડે. આળસ, નિરાશા કે દીર્ઘસુત્રતા તેમનામાં અંશમાત્ર નથી. કઈ પણ કામને માટે તેઓ સદા તત્પર જ હોય છે. દરેક કામ નિયત સમયે કરવાની તેમની તમન્ના અજોડ છે. બીજાઓની જેમ એક કામના ભોગે બીજું કામ થાય, એમ નહિ, પણ દરેક કામ સમયે-સમયે સહજ થયાં કરે–એ પ્રકૃતિ તેમણે સરસ કેળવી છે વેપાર, વ્યવહાર, જાહેર પ્રવૃત્તિઓ, ધાર્મિક બાબતે, વાંચન, લેખન, જ્ઞાનચર્ચા અને મુલાકાતે આવનારા અનેક મનુષ્ય સાથે વાર્તાલાપ–આ બધે રેજનો કાર્યક્રમ તેમને એટલે બધે હોય છે કે તે બધાને તેઓ સરળ રીતે પહોંચી વળે છે, અને તેમાં નિયમિતતા પણ બરાબર જાળવી શકે છે. જે જે કામ કરવાની ભાવના હોય તે બધા કામને વ્યવસ્થિત ગોઠવી શકે છે, અને તે બધાને તે પહોંચી વળે છે તેમનું જીવન ખરેખર પ્રવૃત્તિ અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. સર્વ દેશીય જીવન સંગ્રામમાં તેઓ ઘડાએલા સનિક અને લડવૈયા છે. તેમના વ્યાવહારિક જીવનમાં હારના પ્રસંગે કરતાં આધ્યામિક દૃષ્ટિએ જીતના પ્રસંગે વધુ છે. હાર કે જીતના પ્રસંગે તેમને નિરાશા કે ઉન્માદ થતા નથી. માધ્યસ્થભાવ એ તેમને સ્વભાવ છે. સફળતા મળે ત્યારે ક્ષણવાર હર્ષ કે આનંદ થાય તે સહજ સ્વભાવ છે, પરંતુ તે તો આંતરિક સમતાભાવ અને આધ્યાત્મિક આનંદ સ્વરૂપનું માત્ર ક્ષણિક આંદોલન છે.
એમણે અનેક પૂ. મુનિવર્યોના સતત પરિચય અને વ્યાખ્યાનશ્રવણે જીવનમાં કર્યા છે. સહકુટુંબ સમેતશિખરજી, પાવાપુરી, કેસરીઆઇ, રૈવતાચલ, આબુ, અજારા વગેરે અનેક તીર્થ યાત્રાઓ, પ્રતિષ્ઠાઓ, મેરુ પર્વતની રચના, શાંતિસ્નાત્રો, નવકારશી, સંઘ-સ્વામીવાત્સલ્ય વગેરે યથાશક્તિ કર્યા છે. અનેક સંસ્થાઓમાં મંત્રી, પ્રમુખ કે ઉપપ્રમુખ બની ચૂકેલા છે, અને એ રીતે સેવાઓ આપી છે. છેલ્લાં ગત વર્ષમાં ગેધારી મિત્ર મંડળના પ્રમુખ તરીકે લગભગ પાંચસો યાત્રિક સાથે બીજી વખત સમેતશિખરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org