________________
[ ૬ ]
શ્રીયુત ફતેહચંદભાઇની
બુદ્ધિ-સમજણ વગેરેએ શ્રી ફતેચંદ્રભાઈના જીવનને આવું સુંદર અને સુવાસિત બનાવ્યું છે. તેમના જીવનમાં કુટુંબપ્રેમ, વાત્સલ્યભાવ, સેવા-શુષા, તંદુરસ્તીની મહત્તા અને કત્ર્ય ભાવનાનાં દર્શન સાથે સાથે સાહિત્યપ્રિયતા અને વૈરાગ્યદશાની જાગૃતિ અનુકરણીય છે.
તેમની પિતૃભક્તિ એવી ઉચ્ચ હતી કે પેાતે પિતાની આજ્ઞા શિરામાન્ય કરતા, અને તેમની ઇચ્છાનું યથાવત્ પાલન કરતા. માંદગીમાં તેમની સારવાર કરતા. સ્તવને, સજ્ઝાયા, પદાનું શ્રવણ કરાવતા, અને જ્ઞાનચર્ચા કરતા. પિતાની જે જે ઈચ્છાએ અંત સમયે અધૂરી કે અપૂર્ણ રહી હતી તે બધી તેમની હયાતી બાદ શ્રી ફતેહુચંદભાઇએ બહુ જ સદ્ભાવપૂર્વક પુરી કરી છે. છરી' પાળતા શ્રી સિદ્ધાચીજીને સંધ કાઢ્યો, પિતાશ્રીનું જીવનચરિત્ર લખી તેમને અંજલી અપી, અપરમાતા સાથે સ્નેહ સંબંધ સાચવી, તેમના પુત્રાને(ભાઇઓને ) કાળજીપૂર્વક ભઙ્ગાવ્યા, પરણાવ્યા, અને ધંધામાં જોડ્યા-એ રીતે એમના પિતાશ્રીએ પેાતાની તેટમાં કરેલ “સાંસ્કારિક સંબધન”ને અનુસારે ભાઈએ પ્રતિની ફરજ અદા કરી, અને પિતાશ્રીની અનેક ઈચ્છાઓને તેમણે પરિપૂર્ણ કરી. સ૦ ૧૯૬૭ માં બે હજાર રૂપીયા એમના પિતાશ્રીની શ્રાવણ વદી ૮ ની તિથિ નિમિત્તે પૂજા ભણાવવા તથા સામાયિક શાળામાં પ્રસ્તાવના માટે વ્યાજે મૂક્યા-જે તિથિ આજે પચાસ વર્ષ પર્યંત અખંડપણે ઉજવાતી આવી છે.
ગૃહસ્થ જીવન :
' '_
“ પુત્રના લક્ષણ પારણામાંથી જણાય આપ તેવા બેટા ''–એ ન્યાયે શ્રી ફતેહુચંદભાઇમાં પિતાના ગુણે! વારસામાં ઉતરી આવેલા હતા. તેમનામાં ઉત્સાહ અને હિંમત એટલા બધા છે કે ગમે તે સારૂં અને ઉપયાગી કામ કરવા તૈયાર થાય. કાઇ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની હાય તે તેએ એમાં સક્રિય ભાગ લે, અને બીજાને તેમાં ભાગ લેતા કરે તે માટે સાધન, પૈસા કે કામ કરનારાની જરૂર પડે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org