________________
[૪]
* શ્રીયુત ફતેહચંદભાઇની તેમને વ્યાવહારિક અભ્યાસ મેટ્રીક સુધીનો હતો. ધાર્મિક અભ્યાસ નાનપણથી બહુ સારો હતો અને અભ્યાસની લગની પણ ઘણું હતી. જ્ઞાનની સાધના અને ઉપાસના-એ તેમના જીવનનું મુખ્ય લક્ષણ છે, અને લક્ષ્ય પણ છે. તે વખતના વેપારીઓમાં બહુ ઉચ્ચકોટીનું નિશાળનું ભણતર નહતું, પરંતુ વ્યાવહારિક જ્ઞાન, ધંધાદારી જ્ઞાન અને ધર્મનું જ્ઞાન બહુ સારું હતું. તેમના સમયના જોડીદાર વિદ્યાર્થીઓ અને મિત્રનું જૂથ એટલું બધું સારું, સંસ્કારી, સદાચારી અને સંપીલું હતું કે મેટી ઉંમરે પણ તેઓએ વડીલેને સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને બરાબર સાચવી રાખ્યો છે, અને દીપાવ્યું છે. તે સમયે ભાવનગર એ જૈન સમાજનું વિદ્યાધામ ગણાતું હતું.
શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ ગિરધરભાઈ કુંવરજીભાઈ, ઝવેરભાઈ, અમરચંદભાઈ વગેરે તે વખતના ઘણા જૈન અગ્રેસરે હતો. ભાવનગરનું સંઘ બંધારણ, સંઘ વ્યવસ્થા અને ધર્મક્રિયાઓ બીજાઓને અનુકરણયરૂપ ગણુતા હતા. આજે ભાવનગરમાં સંસ્થાઓ છે, જ્ઞાનભંડાર છે અને પુસ્તકાલયો છે, પણ તેમના અભ્યાસીઓ ખાસ દેખાતા નથી, ચેતના ચાલી ગઈ છે અને શિથિલતા વ્યાપી ગઈ છે. આપણે તો એવું ઈચ્છીએ કે કાળનું ચક્ર હવે સવળું ફરે, અને કોઈ વીરપુરૂષ એવો જન્મ કે જાગે કે જેથી જૈનેનો જ્ઞાનયજ્ઞ ભાવનગરમાં ફરીને મંડાય. સેવામય જાહેર જીવન :
કુદરતને એ પ્રચલિત નિયમ છે કે કુટુંબના વડીલેના કેટલાક ગુણે, પ્રકૃતિ અને ખાસિયતે ઉત્તરોત્તર વારસામાં ઉતરી આવતા હોય છે. તે અનુસાર પ્રપિતા સ્વ. ભાઈચંદભાઈમાંથી ચીવટપૂર્વક કામ કરવાની ટેવ તથા સૌ પ્રત્યેને પ્રેમ અને પિતાશ્રી ઝવેરચંદભાઈમાંથી ઉદારતા, ધર્મની પ્રીતિ, જ્ઞાનપ્રાપ્તિની તાલાવેલી, માયાળુપણું, વ્યવહારકુશળતા, પરોપકાર વૃત્તિ અને નિખાલસતાના ગુણે શ્રી ફતેહચંદભાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org