________________
સમગ્ર રીતે વિચાર કરતાં વૃદ્ધાવસ્થા દુઃખમય કે શાપ રૂપ નથી, જીવનના કળશ રૂપ છે. જીવનની પરાકાષ્ટાએ વૃદ્ધાવસ્થામાં જ પહેચાય છે. ચારિત્રમાં શુદ્ધતા અને ડહાપણુમાં વિશાળતા વૃદ્ધાવસ્થામાં આવે છે. જીવનની પરિપાક દશા લાંબા જીવન પછી જ પામી શકાય છે. જીવન કાળનું માપ ગણિત પ્રમાણે કરવાનું નથી પણ આધ્યાત્મિક ગુણોના ઉત્તરોત્તર વિકાસની દૃષ્ટિએ કરવાનું છે–અર્થાત અમુક વર્ષ માણસ જીવ્યો એ એના જીવનનું ખરું માપ નથી પણ કેટલા આધ્યાત્મિક ગુણ તેનામાં વિકાસ પામ્યા તે તેના જીવનનું માપ છે.
ન્યા. શ્રી જીવરાજ ઓધવજી વૃદ્ધત્વમીમાંસા. સં. ૨૦૦૪ જૈન ધમ પ્રકાશ
કાઈને ખાતર મરીને, તને મારી જશું,
પ્રેમ વર્ષણથી અવરનાં, દગ્ધ દિલ હારી જશું; નિજ હૃદયની આગને, અંતર મહીં ભારી જશું,
ડુબશું મઝધારમાં, પણ નાવને તારી જશું. મત જેવું કંઈ મંગલ નથી આ વિશ્વમાં એટલે એને અમે જયકાર લલકારી જશું.
–વિશ્વસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org