________________
પૂ. 9. શ્રી યશોવિજયજી
[ ૧૩૧] વાસમાં રહેતા હતા, તેમના તરફના પૂજ્યભાવથી ઉપાધ્યાયજીએ “અષ્ટપદી” રચી છે. તેના નમૂના રૂપે આ પદ્ય ધ્યાનમાં લેવા જેવું છે. આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ,
તબ આનંદ સમ ભયે સુજસ; પારસ સંગ લાહા જે ફરસત,
કંચન હોત હી તાકે કસ.” આ રીતે તેઓશ્રી પ્રખર વિદ્વાન હોવા છતાં કેવી ગુણગ્રાહી વિભૂતિ હતા!
એમના સમકાલીન વિદ્વાન જ્યોતિર્ધરો-ઉ. શ્રી માનવિજયજી, પં. શ્રી સત્યવિજયજી, ઉપા. શ્રી વિવિજ્યજી, વિજ્યદેવસૂરિ, વિજયસિંહસૂરિ અને વિજયપ્રભસૂરિ વગેરે હતા.
તેઓશ્રીએ કાશીમાં વિદ્યાભ્યાસ કરેલ અને બાદમાં વિજય મેળવતાં ન્યાયવિશારદની પદવી તેમને આપવામાં આવી હતી. તેઓશ્રીના વરદ હસ્તે નિમ્ન ગ્રંથો રચાયેલા છે. કેટલાક લભ્ય છે અને કેટલાક અલભ્ય છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનાવેલાં “અધ્યાત્મમત પરીક્ષા, અધ્યાત્મસાર, અનેકાંત વ્યવસ્થા, તપરિભાષા” વગેરે છેતાલીશ ગ્રથ લભ્ય છે.
તેમના હાથનું શાસનપત્ર સંવત ૧૭૩૮ માં લખેલું તે ભાવનગરથી પ્રગટ થતાં “આત્માનંદ પ્રકાશ માસિક પુ. ૧૩, અંક ૬ માં પ્રસિદ્ધ થયેલું છે. ઘોઘામાં આવ્યા ત્યારે તેમણે “સમુદ્ર અને વહાણના સંવાદ”નું કાવ્ય રચ્યું; અને તેમાં મનુષ્ય જીવનની દુર્લભતા બતાવી ભવિષ્યની પ્રજાને બોધ આપે. “અધ્યાત્મમત પરીક્ષા, દિપા ચોરાશી બેલ” વગેરે ગ્રંથે તેમણે દિગંબર સંપ્રદાયનાં મંતવ્ય સામે રચ્યા છે.
તેમણે ગૂર્જર ભાષામાં રચેલા “ દ્રવ્યગુણુપર્યાય રાસ” ઉપરથી દિગંબર કવિ શ્રી ભોજરાજજીએ “ દ્રવ્યાનુગતર્કણ”, નામે વિગ્ય ગ્રંથ સંસ્કૃતમાં બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org