________________
( ૨૦ ]
જૈન દર્શન મીમાંસા આ પ્રકારે આત્માને મેગ્યતા પ્રમાણે ભવવ્યવહાર ચલાવવાને માટે પ્રાણોની ઉત્પત્તિ છે.
નામકર્મના ઉદયથી આત્માને પર્યાપ્તિ ઉત્પન્ન થાય છે, તે જ પ્રકારે છે. પ્રાણને ટકાવી રાખનાર શક્તિ “પતિ :
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મેન. આહાર પર્યાપ્તિ એટલે આહારને રસ તથા શરીરાદિ રૂપે પરિણમવાની શક્તિ. આ પર્યાપ્તિ એટલે શક્તિ વગર પ્રાણીઓને પ્રાણ હોઈ શકતા નથી. અર્થાત પર્યાપ્તિ હોવાથી પ્રાણનું અસ્તિત્વ હોય છે. પર્યાપ્તિ દુર્બળ હોવાથી પ્રાણનો વિનાશ થાય છે અને તે જીવનું મરણ ગણાય છે. એક ઘડીઆળને ચાવી આપ્યા પછી જેમ તે પિતાની મુદત સુધી ગતિ કરે છે, તેમ શરીર યંત્રમાં પર્યાપ્તિ રૂપ ચાવી વડે પ્રાણનું સાંચાકામ પોતાની મુદત સુધી ગતિમાન રહે છે; ચાવી પુરી થયેથી સાંચાકામ ગતિશન્ય બને છે.
શરીર કુલ મળી પાંચ છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કામણ. પ્રથમ અન્ય ગતિમાંથી જીવ પિતાની માતાના ઉદરમાં આવે છે કે તરત તત્રસ્થિત રસને તેજસ અને કાર્મણ શરીર વડે લઈને તે રસને સાત ધાતુ (માંસ, રૂધિર, અસ્થિ, રસ, ચરબી, મજજા, વીર્ય) પણે પરિણમન કરે છે. ત્યારથી તેને એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે, જીવ જે જે આહાર ગ્રહણ કરે તેની સાત ધાતુઓ બનવામાં ક્રિયાઓ ગતિમાન થાય છે. આહાર પર્યાપ્ત ઉતપન્ન કર્યા પછી તે રસને શરીરપણે પરિણુમાવે છે. અને એ રીતે ગર્ભમાં જ તે પર્યાપ્તિ ઉતપન્ન થવાને લીધે ધીમે ધીમે શરીરના અંગોપાંગે ગોઠવાય છે. ત્યાર પછી ઇન્દ્રિય પર્યાપ્તિ બાંધે છે અને પિતાના ભવની ગ્યતા પ્રમાણે ઓછી વધતી ઇન્દ્રિયોને વ્યાપાર ચાલવા માંડે છે. ત્યારબાદ શ્વાસોશ્વાસ લેવા મુકવાની શકિત ઉત્પન્ન થાય છે તે વાસણવાસ પર્યાપ્તિ, તેમ જ મન અને વચન વર્ગણના પુદ્ગલે લેવા મુકવાની શક્તિ તે મન અને વચન પર્યાપ્તિ કહેવાય છે. આહાર પર્યાપ્તિ ઉત્પન્ન થયેલી છે છતાં શરીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org