________________
કથાનુગ
[ ૭૩ ] અને કદાચ હશે તો તે માત્ર દતિક અર્થને ભાવાર્થ ઉત્પન્ન કરવાને માટે જ. પરંતુ પ્રસ્તુત કથાનુગમાં ન્યૂનતા ભાસતી હોય તે તે એ છે કે જે મહાન આચાર્ય અને ઉપાધ્યાયોની ગ્રંથ સમૃદ્ધિ વિસ્તૃત પ્રમાણમાં મળી આવે છે, તેમના જીવનચરિત્રો સંપૂર્ણ પણે સાચવી શકાયું નથી. જેટલા મળી શકે છે તેટલા તદ્દન અપૂર્ણ સ્થિતિમાં છે. આ દેષ ગ્રંથ સમૃદ્ધિ સાચવવામાં બેદરકાર રહેલા પૂર્વકાલીન જૈનેને શિર સર્જીત થયેલ છે.
વ્રતનું યથાર્થ પાલન કરનાર અથવા વ્રત વિરાધક કથાનાયકના બોધદાયક ચરિત્રો વાંચકોના હૃદયમાં સજડ છાપ પાડી શકે છે. તેના દ્રષ્ટાંતો પાંચ વ્રત ઉપર અનુક્રમે હરિબલ, વસુરાજા, રૌહિણેય, સુદર્શન અને નંદ આદિ પ્રસિદ્ધ નરેના છે. અનેક રંગી દ્રષ્ટાંતોથી ભરપૂર કથાનુગ છે. તે શાસ્ત્રાવલેકનથી માલૂમ પડી આવે તેમ છે. જેમકે ગિરિશુક અને પુષ્પશુકના દ્રષ્ટાંતમાંથી સદસત્ સંગતિના લાભાલાભને પરિણામે સાર મળી શકે છે. પ્રસ્તુત અનુયોગ સંક્ષિપ્તપણે પૂર્ણ કરી નિમ્નલિખિત બ્લેકના અલંકાર સાથે કથાનુગને ઉપસંહાર કરવામાં આવે છે.
इहामुत्र च जंतूनां सर्वेषाममृतोपमाम् । शुध्धां धर्मकथां धन्याः कुर्वति हितकाम्यया ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org