________________
[ ૯૪]
જૈન દર્શન મીમાંસા સોટ રીતે આત્માનંદ પ્રકાશના ચાલુ વર્ષના પુસ્તક(૨૧)માં મુનિશ્રી જ્ઞાનવિજયજીએ યથાર્થ સ્વરૂપમાં દર્શાવેલી છે.
આ રીતે જૈનદર્શન એક સ્વતંત્ર દર્શન હોઈ તેનું સાહિત્ય વિશાલ પ્રમાણમાં છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુગ અને ચરણકરણાનુયોગ એ ચાર વિભાગમાં જૈનદર્શનના શાસ્ત્રો વહેંચાયેલા છે. દ્રવ્યાનુયોગમાં જીવાત્મા અને કર્મ પ્રકૃતિનો સંબંધ, સૂક્ષ્મ નિગેનું સ્વરૂપ, એકેંદ્રિયથી માંડીને પંચેંદ્રિય પ્રાણીઓની પરિસ્થિતિ વગેરે એટલી બધી સૂક્ષ્મ હકીકત છે, જે સર્વ પ્રણત દર્શન તરીકેનો સુંદર ખ્યાલ આપે છે.
ગણિત સંબંધમાં ચંદ્ર પ્રાપ્તિ, સૂર્ય પ્રાપ્તિ અને લેક પ્રકાશાદિ ગ્રંથ એવા અપૂર્વ છે કે સૂર્ય, ચંદ્ર અને તારા મંડળનું વિસ્તીર્ણ જ્ઞાન, અસંખ્ય દ્વીપ સમુદ્રો, નારકી અને સ્વર્ગલેકની પુષ્કળ હકીકત, આર્યજનતા સમક્ષ ગણિતાનુયોગ રજુ કરે છે. આ ઉપરાંત ધર્મકથાનુયોગમાં મોટા મહાત્માઓના ચરિત્રોનું સાહિત્ય પણ તેટલું જ વિસ્તીર્ણ છે, અને ચરકરણનુયોગમાં ગૃહસ્થાશ્રમ અને સંન્યાસના આચાર–વિચારે પણ વિવિધ રીતે દર્શાવેલા છે. વારંવાર જૈનદર્શન માટે એવો આક્ષેપ મૂકવામાં આવે છે કે જેનોની અહિંસાએ મનુષ્યને નિવય કરી મૂક્યા છે. આ હકીકત એક અંશમાં પણ સત્ય નથી. પૂર્વકાળમાં જેન રાજાઓ જેઓ ક્ષત્રિય હતા તેઓ જૈનધર્મનું યથાર્થ પાલન કરતા હતા અને ક્ષત્રિય ધર્મનું પણ પાલન કરતા હતા. દરેક વર્ણાશ્રમનો મનુષ્ય જૈનધર્મનું પાલન કરતો હોવા છતાં પોતપોતાની ફરજો બજાવે જતો હતો એમ જૈન ઇતિહાસ સારી રીતે સાક્ષી આપી રહ્યો છે. પરરાજ્યચક્રથી રાજ્ય અને પ્રજા ઉભયનું સંરક્ષણ કરી સ્વધર્મને પણ જાળવી
ખ્યાના અનેક રાજાઓનાં છાતો મોજુદ છે. જેનોના તીર્થકર ક્ષત્રિય કુળમાં જન્મ લે છે અને રાજ્યનું પાલન કરી છેવટે સંન્યાસ ગ્રહણ કરે છે. ખુદ સેળમા તીર્થકર શ્રી શાન્તિનાથ પ્રભુ ચક્રવતી હોવાથી તેમને છે ખંડને દિગવિજય કરવા માટે લાંબો વખત સુધી વિદેશમાં જવું પડ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org