________________
[ ૧૧૬ ]
જૈન દર્શન મીમાંસા આપણે કરી શકીએ. તેમણે માત્ર શરીર ઉપર નહિ, પ્રજા ઉપર નહિ મન ઉપર નહિ, તેમ જ હૃદય ઉપર નહિ, પરંતુ આત્મા ઉપર સામ્રાજ્ય મેળવ્યું હતું અને “જિનવરમાં સઘળાં દર્શન છે” એ વચનો દ્વારા સર્વાગે વિશાળ દાર્શનિક જીવન જીવ્યા હતા. એમનું જીવન આ જમાનાના પ્રાણીઓને લાભકારક થાય તે ખાતર વિવિધ દષ્ટિબિંદુથી “બુદ્ધલીલા સાર સંગ્રહ” જેવા પુસ્તકની શૈલિ અનુસારે સાક્ષ તરફથી લખાય, તે આર્યજનતાને પરમાત્મા મહાવીરના સર્વગ્રાહી જીવનની સમજ પડે, તેમજ પરમાત્મા મહાવીર માત્ર સંસારની અસારતા રૂપ વૈરાગ્યમય જીવન જ જીવ્યા હતા એ એકાંત આક્ષેપ કરનાર મનુષ્યને ખ્યાલ આવે કે “તેમનું જીવન અનેક દષ્ટિબિંદુઓથી પરિપૂર્ણ મહાસાગર જેવું હતું, જેથી પૌત્ય તેમજ પાશ્ચાત્ય મનુષ્ય તેમના જીવનના વિવિધ પ્રસંગો વડે આત્મશ્રેય સાધી શકે,
આ, પ્ર. વિ. સં. ૧૯૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org