________________
[૧૧૮]
જૈન દર્શન મીમાંસા
પ્રકાશને ઝીલવાને માટે એ ભૂમિકાને તૈયાર કરવી જોઈએ અને તેને જ માટે વિવિધ પ્રયાસે જુદા જુદા પ્રકારે યોગ્યતા અનુસાર પ્રબોધેલા છે. પ્રાત:કાળ એ ગત દિવસના સર્વભાવોનું વિસ્મરણ કરાવી “જાગ્યા ત્યારથી સવાર” એ સાદી પણ ઉચ્ચ પ્રકારની જાગૃતિ સૂચક કહેવતને પોષનાર ઉત્તમ સમય છે. રાત્રિ દૂર થઈ પ્રાતઃકાળ જેનો ભાગ બળવાન હોય તેને જ પ્રાપ્ત થાય છે, કેમકે તે વખતે આજના દિવસમાં મારે કેવી રીતે ક્યા સંજોગોમાં વર્તવાનું છે– એવા પ્રશ્નને ઉદ્ભવ થાય છે, અને તે ઉપરથી દિવસનો કાર્યક્રમ નકકી થાય છે. રાત્રિ ફરીથી ન આવે ત્યાં સુધી, એ જેટલા પ્રકારમાં શુભ સંયોગોને અવલંબી લાભ લેવાય તેટલે લેવાનું પ્રેરક બળ (motive power) સમર્પે છે.
જે સમયે રાત્રિએ આ જગત ઉપરથી પોતાના અંધકારપટ સમેટી લીધે છે, તારાઓનું તેજ મંદ થતું જાય છે, અને પક્ષીઓ પણ પોતપોતાના માળામાં તૈયાર થઈ જદી જુદી દિશાએ ઉદરપૂર્તિ અર્થે
જવાને કિલકિલાટ કરી રહ્યા છે તેવા શિશિર ઋતુના પ્રાતઃકાળના સમયે પિષ શુલ પંચમીએ–એક વખત અનેક શિષ્ય પ્રશિષ્યથી પરિવૃત એક સચ્ચારિત્રધર મહાત્માની કૃપાવૃષ્ટિથી સિચન થતા એક સંઘ ભાવનગરથી શ્રી સિદ્ધગિરિને ભેટવા અત્યંત આતુરતાથી પગભર થઈ તે મહાત્માના પગલાંને અનુસરતો પ્રયાણ કરતા હતા. માર્ગમાં સૌરાષ્ટ્ર દેશના નાના ગ્રામોમાં રોકાઈસિદ્ધગિરિજીની પ્રાપ્તિના દિવસનું અંતર કમી કરતો હતો. માર્ગમાં એક ગ્રામમાં(ટાણુમાં) જ્યાં સંઘે નિવાસ કર્યો ત્યાં, મધ્યાહને સિંહાસન ઉપર મૂર્તિ પધરાવી સ્નાત્રવિધિ પૂર્ણ કરી મંડપમાં પૂજા ભણુંવવાનું વિધિ અનુસાર શરૂ કરવામાં આવ્યું; મનુષ્યોથી મંડપ ચીકાર ભરાઈ ગયે હતો; તે પ્રસંગે સંઘ મહત્સવ નિમિત્તે બોલાવેલા દરબારી ઉસ્તાદ ભેજકે પૂજા ભણવવી શરૂ કરી; એ ઉસ્તાદને કંઠ મધુર હતા, તે સાથે સાજની એવી એકતા હતી કે બીન અનુભવી શ્રોતાને પણ આહાદ ઉપજે તેવું હતું; આ સમયે રૂપાની ઘંટડી જેવા કોમળ અને શ્રોતાઓને મુગ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org