________________
[ ૧૨૦ ]
જૈન દર્શન મીમાંસા
શ્રીમદ્ વિજયાનંદસૂરિજી શું કહે છે? હે સચ્ચિદાનંદ ધનસ્વરૂપ આત્મન્ ! અનાદિકાળની પીડા રૂપી રાત્રિ હવે દૂર થઈ છે, માટે જાગૃત થએ. મિથ્યાત્વરૂપી વિપરીત ભાવવાળા આગ્રહ તજી જિનેશ્વર કથિત તત્ત્વજ્ઞાનમાં અત્યંતણે પ્રેમ કરે. આ પદમાં એમ દર્શાવે છે કે આ આત્મા અત્યાર સુધી નિદ્રામાં હતા. હવે કર્તા કહે છે કે જિનેશ્વર પ્રભુ જેવું આવું સબળ આલંબને મળ્યુ, મનુષ્ય જન્મ અત્યંત પુણ્યની રાશિ એકઠી થવા પછી પ્રાપ્ત થયેા તે હવે યાં સુધી તુ ઉંઘીશ ? શાસ્ત્રકારોએ સ્વપરના વિવેક થવેા એતે જ આત્માની જાગૃતિ કહી છે અને એ જાગૃતિ મિથ્યાવાસના દૂર થવાથી જ થાય છે. આત્મા કાણુ છે તેને અને તેની આસપાસના સંચાગેને શું સંબંધ છે ? વાસ્તવમાં વિચારે તેા જન્મ વખતે જે કાંઈ સાથે લાવ્યે નથી તે મૃત્યુ પછી શું સાથે લઈ જવાના છે? જે જે પૌદ્ગલિક સ્થૂળ સબંધે જન્મ પછી તેણે પોતાની આસપાસ વીંટાળ્યા છે, તેના અંધેા માત્ર ઉપચિરત છે. તત્ત્વષ્ટિએ આત્માને કાંઈ લાગતું વળગતું નથી. જે હ. શાકમાં કે સુખ દુ:ખમાં તે અન્ય નિમિત્તો દેખીને મગ્ન થાય છે, તે મૂળ સ્વરૂપમાં તેના પેાતાના હાતા નથી. માત્ર પૂર્વાની ટેવેા, અભ્યાસ અને સંસ્કારથી પરિચિત થયેલા આત્માએમાં તેવી અસર શીઘ્ર થાય છે અને નવાં કર્મોને ઉપાર્જન કરી આત્મજાગૃતિથી મેનસીબ રહે છે. જ્યારે વિવેકદૃષ્ટિસંપન્ન પુરૂષા સ્વપર વસ્તુને ગુરૂદ્વારા-શાસ્ત્રદ્રારા નિર્ણય કરી લે છે. પછી અનાદિ કાળની વાસનાઓ ઉપર દરરોજ પ્રબળ કુહાડાએ મારી તેનુ બળ ક્ષીણુ કરતા હેાય છે અને આત્મદર્શનમાં આગળ વધતા હાય છે-એ વિવેકદ્રવિડે જ એમની અનાદિ તીવ્ર મેાહની પીડા દૂર થવા પછીની જાગૃતિ બને છે. એ જાગૃતિમાં બહિરાત્મભાવ (Subjective Condition) દૂર થઈ આત્મા અંતરાત્મ-ભાવ (Objective condition)માં પ્રવેશ કરે છે. તે સમયે તેને જિનદર્શન –સત્યદર્શીનના તત્ત્વામાં પ્રતીતિ થાય છે અને શુદ્ધ મા ઉપર તે ઉભે રહે છે; હવે તે અત્યારસુધી ભૂલો પડ્યો હતેા, ત્યાંથી મૂળ રસ્તા
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org