________________
પદયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ
[૧૧૭] *પયાત્રા સંઘની આધ્યાત્મિક પરિમલ
વિશ્વના મહદ્ વાતાવરણમાં પ્રાત:કાળ એ અવનવા ભાવનું ઉપાદક છે; છતાં રાત્રિના અંધકારને ક્રમશઃ નાશ કરતું, દિવસના થાકનો શ્રમ રાત્રિએ નિદ્રાદ્વારા દૂર કરી જાગૃત થયેલા પ્રાણીઓમાં નવીન આશા રેતું, ભક્તજનોના હૃદયોને ઈષ્ટદેવોના નામથી વિકસિત કરતું, આધ્યાત્મિક જીવનમાં ગબળ અર્પતું અને સંસારના સર્વ પ્રાણીઓને જન્મની સાથે જ મૃત્યુની ભાવના છે તેવું સૂચવન કરતું પ્રભાત મનુષ્યના અંતઃકરણમાં વિલક્ષણ ચમત્કાર કેમ ઉપજાવતું નથી ? શું આ કાળમાં એ પ્રભાતની અદ્ભુત શક્તિને હાર થઈ ગયો છે ? ના; એમ નથી જ. શાસ્ત્રકારો એમ કહે છે કે મનુષ્ય હૃદયની ભૂમિકા જ્યાં સુધી અમુક સ્થિતિ-મર્યાદા સુધી ખેડાઈને તૈયાર થઈ નથી, ત્યાં સુધી એ પ્રભાતનું સામર્થ્ય તેના હૃદય ઉપર પ્રકાશ નાંખી શકે નહિ. ત્યારે એ પ્રકાશથી હૃદયને વિકસિત કરવાને માટે એટલે કે એ
* અમારા સ્વ. પૂ૦ પિતાજીના સંકલ્પાનુસાર વિસં. ૧૯૭૧ માં ભાવનગરથી શ્રી સિદ્ધક્ષેત્ર પ્રતિ છે-“શી” પાળતાં, સહકુટુંબ, સંઘ, ૫૦ પૂ૦ ઉ૦ મહારાજ શ્રી વીરવિજયજી, પૂ. પં. મ. શ્રી દાનવિજયજી, પૂ. મુત્ર શ્રી પ્રેમવિજયજી, પૂ. મુત્ર શ્રી રામવિજયજીની નિશ્રામાં કાઢયો તે પ્રસંગે રાણામુકામમાં પૂજા ભણાવવાના-કાંઈક અનુભવરૂપે વિ.સં. ૧૯૭૨માં લખાયેલો પ્રસ્તુત લેખ છે. પિષ શુદી ૫ પ્રભાતે શ્રી ચતુર્વિધ સંઘ લગભગ પોણા સાધુસાધ્વીઓ સાથે તથા લગભગ તેરસો સ્ત્રીપુરુષો સાથે રવાના થઇ પ્રથમ વરતેજ મુકામે, પછી દેવગાણા, ટાણું, બુઢણ અને પાલીતાણા પહોંચ્યો હતા. પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજી તરફથી ભવ્ય સામૈયું થયું હતું. મોટી ટાળી-નાની ટળી વગેરે અમારા સ્નેહી કાપડીઆ બંધુઓએ કીનખાપ, અતલસ, વાસણો વગેરેની ભવ્ય શોભા સાથે માર્ગો સુશોભિત બનાવ્યા હતા. અને પોષ સુદી ૧૧ શ્રી સિદાગરિ તીર્થાધિરાજ સન્મુખ સહકુટુંબ તીર્થમાલા-પરિધાન થયું હતું અને નીચે નવકારસીનું સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. આ રીતે જીવનમાં અમારા માટે પ્રશસ્ત અદ્ભુત પ્રસંગ હતો અને તે દ્વારા અપૂર્વ આત્મિક લાભ મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું.(ફ.ઝ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org