________________
[૧૦૪]
જૈન દર્શન મીમાંસા આધાર છે, અને તે મુજબ તેના રસબંધ અને સ્થિતિબંધ થાય છે. ભાવકમ તે આમાના પરિણામ અને દ્રવ્યકર્મ તે કર્મના પરમાણુઓ–એ ઉભયના સમાગમથી જૈન દર્શનને કર્મવાદ પ્રવર્તે છે. નાટ્યશાસ્ત્રમાં જૈનાચાર્યોએ યુદ્ધપૌળેિચમ્ , ક્રૌમુત્રી મિત્રાળ-વગેરે નાટક બનાવેલાં છે, પરંતુ તે મુખ્યત્વે કરીને આત્મા અને કર્મની ફિલસુફીથી ભરેલા છે. પાત્રો પણ તેવાં જ કપેલાં છે. સિદ્ધર્ષિ ગણી જેવા સમર્થ વિદ્વાને તે ઉપમિતિ ભવપ્રપંચો કથાનો સોળ હજાર કલેકનો ગ્રંથ બનાવી કાદમ્બરીની જેડમાં બેસવાનો પ્રસંગ સાથે છે એટલું જ નહીં, પરંતુ ભવાટવી ઉલ્લંઘન કરવાને પાત્ર એવા સુંદર અને વિશાળતાવાળા કયા છે, અને તે દ્વારા આધ્યામિક સામગ્રી એવા ઉચ્ચ સ્વરૂપમાં રજુ કરી છે કે જૈન દર્શન તે માટે ગૌરવાન્વિત છે.
પ્રાચીન લેખ સંગ્રહના જે બે ભાગો હમણાં બહાર પડ્યા છે તેમાં જૈનના પુષ્કળ પ્રાચીન શિલાલેખો દષ્ટિગોચર થાય છે. ભૂતકાળના પ્રાચીન અવશે તરફ દષ્ટિ કરતાં જેન રાજા ખારવેલની ગુફાઓ, આબુગિરિ ઉપરનું પાશ્ચાત્ય સંશોધકને પણ અજાયબી પમાડે તેવું કાતર કામ, શત્રુંજય ઉપર પર્વતમાંથી કતરેલી અદ્ભુતજીની પ્રતિમા વગેરે–જૈનોનું સ્થાપત્ય અને શિલ્પકળા સંબંધમાં ઉચ્ચતા હોવાના અવશેષ રજુ કરે છે. જો કે વર્તમાન જૈન જીવન તે સંબંધમાં તદ્દન બેદરકાર છે, અને કળાવિહીનતા ઉભી થતાં શિલ્પની પ્રાચીનતા તરફના લક્ષથી પણ દૂર છે. સ્યાદ્વાદ એ જૈન દર્શનનું મુખ્ય અંગ છે. સ્યાદ્વાદ એટલે વારંવાર જુદું જુદું એક જ બાબતમાં બેસવું એમ નહીં. તેમ જ કેટલાક અણસમજથી અર્થ કરે છે તેમ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવો તેમ પણ નહિ, પરંતુ વસ્તુમાત્રને જુદા જુદા દષ્ટિબિંદુથી તપાસવું-એ તેને અર્થ છે. વસ્તુના એક જ દ્રષ્ટિબિંદુનું કોઈ પણ વિવેચન કરે તે બીજી દષ્ટિ પણ સાથે તપાસે–એમ જૈન દર્શન કહે છે. ટૂંકામાં વાદી પ્રતિવાદી બંનેની જુબાની લેવી એ કેટની પરિભાષામાં સ્યાદ્વાદને અર્થ સમાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org