________________
* :
-
-------
-
ઉપસંહાર
[ ૮૭] થાય છે તેમ આધુનિક વિજ્ઞાનશાસ્ત્ર માને છે. અને તે પ્રત્યક્ષપણે બતાવે છે. જૈન દર્શન કે જેના પ્રણેતા સર્વજ્ઞ છે, તે પણ કહે છે કે “વાયુયોનિરાપદ-પાણી એ પવનમાંથી ઉત્પન્ન થાય છે” આ રીતે અનેક બારીક હકીકત જે પ્રત્યક્ષ પ્રકટ થઈ અત્યારે જનસમૂહને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે, તેની ઘણા વર્ષો પહેલાં સર્વ વડે જૈન દર્શનમાં સંકલન થયેલી છે–એમ ખાત્રીબંધ પુરવાર કરનારા જૈન વિદ્વાને નીકળી આવવાની જરૂર છે. આ કાર્ય ગ્રેજ્યુએટની પદવી પ્રાપ્ત કરનારા જૈન બંધુઓએ શાસ્ત્રાભ્યાસ દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્નશીલ થવું જોઈએ, પરંતુ અફસ છે કે ગ્રેજ્યુએટ થનાર વર્ગ હરેક કઈ પ્રકારે આજીવિકા પ્રાપ્ત કરવામાં મશગુલ હોવાથી ધાર્મિક તોની જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદી અને સુસ્ત રહે છે અથવા તપ્રતિ અભાવ બુધિવાળા હોય છે.
જૈન દર્શનાનુયાયી ગૃહસ્થાને માટે ઉત્તમ પ્રકારના આચારે શાસ્ત્રમાં નિરૂપણ થયેલા છે, પરંતુ અત્યારે આ ગૃહસ્થો મેટા વિભાગમાં તદનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી એ જોઈ બુદ્ધિમાન મનુષ્યનું હૃદય ખિન્ન થયા વગર રહેતું નથી. ગૃહસ્થના સ્વામીવલ, જ્ઞાતિ ભોજન, વરા આદિ પ્રસંગમાં તેમની ભજન કરવાની રીતભાત તેમના પાત્રોની શુદ્ધાશુદ્ધતા, તેમની ઉચ્છિષ્ટ મૂકવાની ટેવો અને ઉચ્છિષ્ટ ભજન અને પાણીની સાંગિક સ્થિતિ–આ સર્વ તપાસતાં શુદ્ધ આચારહીનપણું દેખાય આવે છે. આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં પણ કપટવૃત્તિ અને કીર્તિની લાલસા, તેમ જ વ્યાપારધારા અર્થ સાધનમાં બેહદ અપ્રમાણિકપણું, નેકરીના પ્રસંગમાં ચેરી, ન્યાયાધીશપણુમાં પ્રમાણિકતારહિતપણું, વકીલાતના પ્રસંગમાં અસત્ય મુકરદમાનું સમર્થન વગેરે અનેક પ્રમાણમાં એક શ્રાવકને ગ્ય આચાર ભૂલી જવામાં આવે છે અને શ્રીમદ્ હરિભદ્રસૂરિના કહેલાં વચને “ચાયતifકત વિત્ત મય હતાતત્ –માત્ર પુસ્તકમાં જ રાખવામાં આવેલા છે. આ પ્રકારે જે શાસ્ત્રનું અંતરંગ સ્વરૂપ ઉચ્ચતર છે તેના અનુયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org