________________
[૪૨]
જૈન દર્શન મીમાંસા પ્રમાદાદિ કારણેવિડે યુત થવાનું બને છે, તે ઉન્નતિની પ્રગતિને રેધ થઈ અવનતિક્રમ ચાલુ થાય છે. ચૌદ ગુણસ્થાનકનાં નામ આ પ્રમાણે છે.
મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ સમ્યગદષ્ટિ, દેશ વિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સુકમ સં૫રાય, ઉપશાંત મેહ, ક્ષીણ મેહ, સગિ અને અગિ.
કૃષ્ણપક્ષમાં ચંદ્રની જ્યોતિ વગર જેમ ચક્ષુવડે જોઈ શકાતું નથી તેમ મોહનીય કર્મના પ્રબળ ઉદયમાં વર્તતા પ્રાણુને–પોદ્ગલિક વસ્તુને “સ્વ” તરીકે આપણું કરનારને–આત્મા એ શું વસ્તુ છે, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મને વિવેક શું છે, તેનું ભાન થઈ શકતું નથી. એવી સ્થિતિમાં વર્તનાર પ્રાણી મિથ્યાત્વ ગુણસ્થાનકસ્થિત કહેવાય છે. આ ગુણસ્થાનકે પૂર્વોક્ત સાત પ્રકૃતિને ક્ષય કે જે સમ્યફવ ખમવાને યોગ્ય છે તે થયેલું હોતું નથી એકેંદ્રિયથી પચેંદ્રિય સુધીના સમ્યત્વ વગરના સર્વ પ્રાણિમાત્ર આ પહેલે ગુણસ્થાનકે હોય છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલ પ્રાણ જ્યારે સમ્યક્ત્વ વમી નાંખે છે તે વખતે તેને રહેલે પૂર્વને સ્વાદ તે સાસ્વાદન નામે દિતીય ગુણસ્થાનક છે, તેને કાળ માત્ર છ આવલિ જેટલું છે. મિથ્યાત્વથી ઉપર ચડતાં પ્રાણીને આ ગુણસ્થાનક હોતું નથી, પરંતુ સમ્યકત્વથી પતિત થતા પ્રાણીને હેય છે. પૂર્વ દર્શિત દર્શન મોહનીયના ત્રણ પુંજ અશુદ્ધ, અર્ધ શુદ્ધ અને શુદ્ધ કે જે અંતરુકરણ કરતી વેળાએ પ્રાણું કરે છે તે વખતે મિશ્રમોહનીયરૂપ અર્ધ શુદ્ધ પુજમાં રહેલાં પ્રાણી એમ વિચારે છે કે આ સર્વજ્ઞકથિત તત્ત્વ સત્ય હશે કિંવા અસત્ય હશે તેની કાંઈ ચક્કસ પ્રતીતિ થતી નથી, માટે સર્વજ્ઞકથિત અને અન્ય દર્શનગત બંને તેમાં સમભાવ રાખવો ઘટે છે. તેથી બંને ઉપર શ્રદ્ધા રાખી રહેવું, એવી જાતના પરિણામવાળો આત્મા મિશ્રગુણસ્થાનકે ગણાય છે. - વ્યવહારથી શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા અને નિશ્ચયથી તનું યથાર્થ જાણપણું. અને તેથી ઉતપન્ન થયેલી શ્રદ્ધા તે સમ્યકત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org