________________
દ્રવ્યાનુયાગ
[ ૪૯ ]
સ્યાત્ અસ્તિ અવક્તવ્ય:-આ ભંગમાં મુખ્ય પણે અસ્તિધ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કંચિત્ ઘટ છે પણ અવક્તવ્ય છે.
સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય:-અનંત નાસ્તિ ધર્માં પણ એક સમયમાં અવક્તવ્ય છે. આ ભંગમાં મુખ્યપણે નાસ્તિ ધર્મ સહિત અવક્તવ્યની પ્રતીતિ થાય છે, જેમકે કથંચિત્ ઘટ નથી, પણ અવક્તવ્ય છે.
અસ્તિનાસ્તિ અવક્તવ્ય:-અત્ર ઉભય ધર્મ સમેત અવક્તવ્યની પ્રતીતિ થાય છે. જેમકે કંચિત્ ટ છે, કંચિત્ ઘટ નથી, તે રૂપ અવક્તવ્ય છે. સપ્તભંગીનું આ સ્વરૂપ તેા એક બિંદુ માત્ર છે. તત્ત્વજ્ઞાનીએ અનુભવ વડે આ ભંગાની ગહનતામાં પ્રવેશ કરી શકે તેવુ છે. હજુ પણ આવી તલસ્પર્શી ગહનતાને સમજાવનાર જૈનદર્શનમાં સ્યાદ્વાદમંજરી અને સપ્તભંગી તરંગિણી જેવા અમૂલ્ય ગ્રંથા વિદ્યમાન છે, એ જિજ્ઞાસુઓનુ અહાભાગ્ય છે. એવી રીતે અનેક ધર્મના એક જ વસ્તુમાં સમાવેશ કરવા તે ‘સ્યાદ્વાદ' કહેવાય છે. જેમ એક જ પુરુષમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, પુત્રત, પિતૃત્વ, સ્વામિત્વ, સેવકત્વ, જીવત્વ, મનુષ્યત્વ અને વાચ્યાદિ અનેક ધર્મોના સમાવેશ થઈ શકે છે તેમ પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં એ પ્રમાણુ, સાતનય અને સપ્તભંગીના સમાવેશ થઈ શકે છે. આવા પ્રકારની સિદ્ધિવડે સાધિત થયેલુ દર્શન–તે વાસ્તવિક દર્શન કહી શકાશે.
ચાર નિક્ષેપ:-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ; એ ચાર નિક્ષેપવડે પદાર્થનું યથાજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સગુણ અથવા નિર્ગુણ વસ્તુનું ગમે તે પ્રકારનું નામ રાખવામાં આવે તે નામ નિક્ષેપ, જેમકે ોટાલાલ ગિરધર વગેરે; કાઈ પણ વસ્તુનુ લખેલુ, આળખેલું કે કલ્પના કરેલુ વિશેષ સ્વરૂપ તે સ્થાપના. તે એ પ્રકારે છે—સદ્ભૂત અને અસદ્ભૂત. ભાવના નિમિત્તરૂપ તે દ્રવ્યનિક્ષેપ અને અમુક વસ્તુના સદ્ભૂત ગુણયુક્ત ભાવ તે ભાવનિક્ષેપ કહેવાય છે. દરેક વસ્તુ ઉપર આ ચારે નિક્ષેપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org