________________
[ ૭૩ ]
જૈન દર્શન મીમાંસા
કથાનુયોગ : જૈન દર્શનનું સ્વરૂપ સમજવા માટે તૃતીય નેત્રરૂપ ધર્મસ્થાનયોગ છે. આ નેત્રવડે ય ઉપાદેયની નિવૃત્તિ-પ્રવૃત્તિ યથાર્થ સમજી શકાય છે. આ અનુયોગમાં કથાઓને માટે સંગ્રહ છે. ઐતિહાસિક નવલકથાઓ જે અત્યારે ભૂપૃષ્ટ ઉપર વિદ્યમાન છે તેમના અવલકથી નાયકનાં વીરત્વ, શૌર્ય, સૌજન્ય, ક્ષમા અને આર્જવાદિ સદ્ગણે, તેમ જ ક્રોધ, ઈર્ષા, અભિમાન, પ્રપંચ આદિ દુર્ગુણની તુલના થઈ શકે છે. કથાઓ એ સજજન અને દુર્જનની પ્રવૃત્તિઓના બોધ લેવા લાયક દ્રષ્ટાંત હોવાથી અર્થવાહક છે. પ્રાણી માત્ર જે હેયોપાદેય પ્રવૃત્તિમાં યત્ન કરવા તત્પર થતા નથી અથવા તે તેમને રુચતું નથી, તેઓ જ્યારે થાયોગના છતો વાંચે છે, અને તે ઉપર મનન કરે છે ત્યારે તેઓ શુદ્ધાશુદ્ધ પ્રવૃત્તિઓની કટિ જાણી શકે છે. અને પરિણામે હિતકારક પ્રવૃત્તિમાં જોડાય છે. ઘણું પ્રાકૃત પ્રાણુઓને કથાઓ વાંચવામાં બહુ રસ જામત જણાય છે, પરંતુ તેઓએ તેથી હર્ષિત થવાનું નથી. જ્યારે કથાના અંગોને દરેક વિભાગમાં વહેંચી સારભૂત પદાર્થ સમજી શકાય અને અસારભૂત તજી દેવાને પ્રયત્નશીલ થવાય ત્યારે જ ધર્મકથાનુગ દ્વારવડે જૈન દર્શનની મર્યાદામાં પ્રવેશ કરી શકાય છે.
ધર્મકથા સિવાયની કથાઓ-વિકથાઓ, અનેક પ્રકારે રાજકથા, ભક્તથા, કામકથા, અર્થકથા વગેરે હોય છે. કથાનાયકે જેમના જેમના સંબંધમાં આવેલા હોય તે સંબંધી વર્ગ અનેક રંગી હોય છે. કેટલાક પ્રસંગમાં સજજને દુર્જનોની કસોટીમાં આવે છે, અને તે વખતે તેમને અનેક રીતે હેરાન થવું પડે છે. કેટલાક નાયકના પ્રસંગમાં આવેલે વર્ગ વિષય અને કષાયથી અભિભૂત હોય છે. કેટલાક નાયકે વ્રતાદિ ગ્રહણ કરી સંકટમાં આવી પડતાં શિથિલ થઈ જાય છે. અમુક નાયકે સંસારમાં રત રહી અંતરંગ કુટુંબના સંબંધથી દૂર રહી બહિરંગ કુટુંબનું હિંસા, અપ્રમાણિકપણું, ચેરી વગેરેથી પોષણ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org