________________
ગણિતાનુગ
[ ૬૯ ] ભુવનપતિ તથા પરમધામિક વગેરે દેવોના આવાસ સ્થાને છે. કલ્પિત પુરુષના આકારવાળા લેકને મધ્યભાગ રૂ૫ તિછલેકમાં આપણે અને આપણને અદ્રશ્ય પ્રાણી-પદાર્થો રહેલા છે. અહીં પંદર કર્મભૂમિના ક્ષેત્રો, ત્રીશ અકર્મભૂમિના ક્ષેત્રો, છપન અંતર દ્વીપ, જંબુદ્દીપ, ધાતકીખંડ, પુષ્કરવરદ્વીપ વગેરે અસંખ્યય દ્વીપસમુદ્ર સર્વજ્ઞ શાસ્ત્રમાં નામ અને યોજનાદિના પ્રમાણ પુર:સર દર્શાવેલા છે. તદ્દન છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્ર છે, કે જે પછી લેકમર્યાદા સંપૂર્ણ થઈ અલેકની શરૂઆત થાય છે. અહીંથી ઉપર સાતસેંથી નવસે જન ઊંચે
જ્યોતિમંડલના વિમાને છે. અત્રસ્થિત ચંદ્ર, સૂર્ય અને ગ્રહાદિની ગતિઓ વડે મનુષ્યમાં જ તિકશાસ્ત્ર નિર્માણ થયેલું છે. જૈન દર્શનના અનેક ગ્રંથ તિકશાસ્ત્રના ગણિતથી ભરચક હતા. પરંતુ દુઃામકાલેભવ પ્રાણીઓના કમનસીબે આપણા પૂર્વજોની બેકાળજીથી વિચ્છેદ થઈ ગયેલા છે; પરંતુ ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રગતિ જેવા બે મહાન ગ્રંથે જે ચતુર્દશ પૂર્વધર શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામિ વિરચિત છે તે વિદ્યમાન છે. એ લાખે નિરાશામાં એક અમર આશા છે, પરંતુ તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉદ્યમની ખામીએ તિકશાસ્ત્રના લાભની આશાને મૃતવત્ કરી દીધી છે.
તિર્મલની ઉપર ઘણે દૂર ઉત્તર અને દક્ષિણ દિશામાં એક જ સપાટીમાં બબે મળી આઠ દેવલેક છે અને તેની ઉપર, એક ઉપર એક એમ અનુક્રમે ચાર દેવલોક મળી કુલ બાર દેવક છે. ઉપર આગળ જતાં નવયક છે ત્યાં અહમિંદ્રપણું હોવાથી ચડતી ઉતરતી પદવી વગેરે વ્યવહાર નથી તે ઉપર પાંચ અનુત્તર વિમાને છે. સૌથી છેલ્લે વિમાન “સર્વાર્થસિદ્ધ નામવાળું છે. ત્યાં એકાવતારી પ્રાણી જઈ શકે છે. તે ઉપર પિસ્તાલીશ લાખ જન લાંબી પહોળી સ્ફટિક રનની શિલા છે, તે સિદ્ધશિલાના નામથી ઓળખાય છે, જ્યાં સિધ્ધના જ આદિ અનંતકાળ રહે છે-અઢીદ્વિીપ કે જે તિછલેકમાં મનુષ્યલેક તરીકે ગણવેલ છે તે પીસ્તાલીશ લાખ જન પ્રમાણુવાળ છે. જંબુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org