________________
ક
,
ર
ત
,
,
,
,
,
,
,
,
,
,
[૬૮]
જૈન દર્શન મીમાંસા ગણિતાનુગ જૈન દર્શન સ્થિત દ્રવ્યાનુયોગ પછી તે મહાપ્રાસાદના દ્વિતીય દ્વારરૂ૫ ગણિતાનુયોગના વિવેચનની આવશ્યક્તા પૂર્વ નિયમાનુસાર સન્મુખ આવે છે. દ્રવ્યાનુયોગની વસ્તુ સ્થિતિ જેમ જૈન દર્શનની તલસ્પર્શી ગહનતાને સૂચવનાર છે તેમ ગણિતાનુગની સંકળના એટલા બધા પ્રમાણમાં અને વિસ્તૃત મર્યાદામાં છે કે ગણિત જેવા તર્ક અને બુધ્ધિથી સાધ્ય થઈ શકે તેવા સામાન્ય વિષયમાં અન્ય દર્શનેને સરખામણીમાં પાછળ રાખેલા છે. પ્રસ્તુત દર્શનવતી ગણિતાનુયોગ કૃપમંડુકતાને તજી મહાસાગરની વિશાળ સીમાને લેકાંત સુધી દર્શાવનાર અદ્દભુત ગણિતયંત્ર–Arithmetic machine છે હાથમાં રહેલા નિર્મળ જળની પેઠે સર્વ જગતને પ્રત્યક્ષપણે દેખ્યું છે જેમણે એવા સર્વજ્ઞો વડે પ્રણીત થયેલું આ દર્શન હોવાથી તેમાં પૂરેપ એશિઆ આદિ વર્તમાન ચાર ખંડેને સમાવેશ માત્ર ભરતક્ષેત્રના એક નાના વિભાગમાં થાય છે, તે ઉપરાંત બીજા અનેક ખંડે, દેશે, નદીઓ, અને પર્વતે જે અત્યારે વિદ્યમાન અવસ્થામાં દષ્ટિગોચર થઈ શક્તા નથી તે ભરતક્ષેત્રમાં મોજુદ છે. આ અનુયોગના સારભૂત વિવેચનને માટે પણ એક મોટો ગ્રંથ તૈયાર કરવો પડે તેવી સ્થિતિ હોવાથી સંક્ષિપ્તપણે અમુક વિભાગમાં દર્શાવી સમાપ્તિ કરવામાં આવશે.
લોક અને અલેકરૂપ બે મુખ્ય વિભાગમાં લેકનું આખું નામ “ચઉદરાજલક એવા શબ્દોવાળું છે. રાજ એ અસંખ્યય જનના પ્રમાણ વાળું માપ છે. ચૌદ રાજલક કે જેમાં સર્વ પ્રાણ પદાર્થોને સમાવેશ થયેલે છે, તેને સમગ્રપણે આકાર એક પુરુષ, જેણે પોતાના બંને પગને પહોળા કરેલ છે, બંને હાથને કટપ્રદેશ ઉપર રાખેલા છે, તેવી સ્થિતિવાળો છે. લેકના આકારને દ્રષ્ટાંતપણે બતાવનારા તે કલ્પિત પુરૂષના આકારવાળા શરીરના મધ્યભાગની નીચે અનુક્રમે પહેલી બીજી વિગેરે સાત નરક પૃથ્વી રહેલી છે. મધ્યભાગથી નીચે નરક અને પૃથ્વીની ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org