________________
+
-
--
*
અન્ય દર્શન સાથે સરખામણ *
[૬૩] ચાર્વાક દર્શન માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માને છે. પરાક્ષ એવા જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નક, આદિ વસ્તુઓ માનતા નથી; તેમજ મધ્રાંગથી ઉત્પન્ન થયેલી મદશક્તિની પેઠે ચૈતન્યને આવિર્ભાવ માને છે. જૈન દર્શનમાં જગતકર્તા માનેલે નથી, તેમ જ ઉત્પત્તિ, સ્થિતિ અને લય રૂ૫ જગતનો વ્યવહાર સ્વયમેવ થયાજ કરે છે એવી જેન માનીનતા અમુક અપેક્ષાએ નાતિકને મળતી આવે છે. પરંતુ બીજી સર્વ હકીકતોમાં ચાર્વાકે સત્યથી વેગળા છે. એક માણસ મા પીધા પછી તેની શકિતથી ઉત્પન્ન થયેલું તેનામાં અવ્યવસ્થિતપણું પ્રકટી નીકળે છે, તે નજરે જોઈએ છીએ તેથી ઉલટું આત્મામાં જ્ઞાન પ્રકટે છે ત્યારે અવ્યવસ્થિતપણું દૂર થઈ વ્યવસ્થિતપણું અને નિયમિતપણું ઉત્પન્ન થાય છે, તો આત્મામાં ઉત્પન્ન થયેલું સર્વ સંજોગોને મર્યાદામાં લાવનાર જ્ઞાન ક્યાં ? અને આત્માને અવ્યવસ્થિત સંજોગોમાં મુકનાર માંગથી ઉત્પન્ન થયેલી મદશકિત કયાં ?
વ્યાસકૃત ઉત્તર મીમાંસા (વેદાંતદર્શન) અનુસાર વેદના વચન અપૌરૂષય કહેલા છે તે જેમ એક અંશે ન્યાય અને યુક્તિ યુક્ત હતા. નથી કેમકે પુરૂષ પ્રધાનતાથી રહિત છે તેવી જ રીતે અન્ય અંશમાં નાસ્તિકે વડે મનાયેલી મઘાંગથી ઉત્પન્ન થયેલી મદિરાશકિતનું દ્રષ્ટાંત છે. બંનેમાં અવ્યવસ્થિતપણું હોવાને સંભવ રહે છે. કેમકે ઉત્તમ નિયંતા વગર ઉત્તમ કાર્ય હોઈ શકતું નથી. વળી જન્મની સાથે કેટલાક પ્રાણીઓની કુરૂપવાન સુરૂપવાન વ્યાધિયુક્ત અને વ્યાધિ રહિત વગેરે ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થાઓ તપાસતાં એક સામાન્ય બુધિભાનું પ્રાણીને માલૂમ પડ્યા વિના રહેતું નથી કે તે અવસ્થાઓનું કાંઈ પણ અવ્યક્ત કારણ રહેલું છે અને તે અવ્યક્ત કારણોએ જાદાજુદા પ્રકારે ઉત્પન્ન કરેલા છે.
જૈનેતર દર્શનમાં એક ગંભીર ભૂલ - જૈનેતર દર્શને પૃથ્વીકાય, અપકાય, વગેરેને પંચ મહાભૂત તરીકે સ્વીકારી રહેલા છે. અને જડપણું સ્થાપન કરેલું છે. જૈન દર્શન તેને સજીવ કહે છે. સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org