________________
-
- , -
--
---
-
[૪૬ ]
* . . જૈન દર્શન મીમાંસા પર્યાયાર્થિકનય તેને કહેવાય છે કે જે નવડે દ્રવ્યના સ્વરૂપથી ઉદાસીન થઈ (ગૌણુતાની કેટીમાં મૂકી) પર્યાયની મુખ્યતા વડે પદાર્થોને અનુભવ કરાય. તેના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવ. ભૂત એમ ચાર ભેદ છે.
જે નવડે વર્તમાન પર્યાય માત્રનું ગ્રહણ થાય તે જુસૂત્ર. જેમકે દેવને દેવ તરીકે અને મનુષ્યને મનુષ્ય તરીકે ગણના કરવી તે.
વ્યાકરણના દેથી રહિત શબ્દની અશુદ્ધિ દૂર કરીને ભાષાવડે કથન કરવું તે શબ્દનય કહેવાય. પદાર્થની મુખ્ય તાવડે એક અર્થમાં આરૂઢ કરવું તે સમભિરૂઢ કહેવાય છે. જેમકે “અર7ીત : ” એવા વાક્ય વડે જે ગમન કરે તે ગાય કહેવાય છે. પરંતુ સુતી હોય અથવા બેઠી હોય ત્યારે પણ ગાય કહેવી તે સમભિરૂઢ નયને વિષય છે.
વર્તમાન ક્રિયા જેવા પ્રકારની હોય તેવી જ કહેવી'તે એવંભૂત * નય કહેવાય છે. જેમકે ચાલતી હોય તે જ વખતે ગાય કહેવી પરંતુ
સુતી અથવા બેઠી અવસ્થામાં ગાય નહીં કહેવી. - આ સાતે વડે વસ્તુમાત્રની સિદ્ધિ થઈ શકે તે તે વાસ્તવિક વસ્તુ છે. અન્યથા, પરસ્પર થી વિરૂદ્ધતા ભાસતી હોય તે તે વસ્તુ છતાં અવસ્તુ છે અર્થાત કાર્યસાધક થઈ શકતી નથી.
આત્માને કર્મનું આવરણ હોવા છતાં આત્મા આત્મારૂપે વસ્તુતઃ રહે છે. આત્મા મટીને અનાત્મા જડ થઈ જતો નથી. તે દ્રવ્યાર્થિક નવડે સિદ્ધિ થઈ કહેવાય છે નારકી તિર્યંચ મનુષ્ય દેવતાદિ રૂપે અવતાર લે છે તે વડે આત્મસિદ્ધિ થઈ તે પર્યાયાર્થિક નયની અપેક્ષા વડે છે. આ બંને નયને બીજા નામે “નિશ્ચય” અને “વ્યવહાર” વડે પણ અળખાય છે. વસ્તુનું એક સ્વરૂપ બતાવવું હોય તો એક જ નયની સાપેક્ષપણે જરૂર છે વસ્તુની સર્વ સ્થિતિ બતાવવી હોય તો સાત નયની જરૂર છે પૂર્વકાલે જૈનદર્શનમાં સપ્તશતાર નામનું ચક્રાધ્યયન હતું. તેની અંદર એક એક નયના સો સો ભેદ કહેલા હતા. તે કેટલેક કાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org