________________
[ ૩૦ ]
જૈન દર્શન મીમાંસા જરા જૈની દષ્ટિ સાથે સરખાવતાં જણાશે કે, સંજ્વલન ક્રોધનું સ્વરૂપ અમુક પ્રાણીઓના દુર્ગુણ સુધારવાને અને તેને યથાર્થ શીખામણું દેવાને માટે પ્રયોજાયેલું હોય છે. આ સંજ્વલન કે જેને ચોથા પ્રકારના ક્રોધની કોટિમાં ગણવામાં આવે છે, તેનું પરિવર્તન થઈ તે અનંતાનુંબંધિ થઈ જવો ન જોઈએ. જો સંજવલનમાંથી અનંતાનું બંધિની ઉત્પત્તિ થાય છે તે અનંતાનુંબંધિનું જ ફળ આપે છે.
આ પ્રકારે જૈન દર્શન કહે છે. એક જ નાના દષ્ટાંતથી આ હકીકત સમજાશે. એક ગુરુ પોતાના શિષ્યને તે આળસુ હોવાથી પઠન પાઠન કરવાની શીખામણ દેતા હતા. એક વખત શીખામણ દેવાની ખાતર ગુરુએ તે શિષ્યને બે ત્રણ લપાટ ચડી દીધી કોધથી ઘેરાયેલા તે શિષ્ય તરત જ પાસે પડેલી લાકડી લઈને ગુરુજીની સાથે પ્રહાર-ક્રીડા કરવા માંડી, ઉત્પન્ન થયેલે અગ્નિ અન્ય પદાર્થમાં પ્રકટી નીકળે તેમ ગુરુ પણ તરત આવેશમાં આવી ગયા અને યુદ્ધક્ષેત્રમાં ઘૂમવા માંડ્યા. તેવામાં લાકડી ગુના મર્મસ્થળે વાગવાથી ગુરુ પંચત્વ પામ્યા અને નર્કગતિના અધિકારી થયા. આ ઉપરથી લક્ષમાં લેવાની જરૂર છે કે સંજવલન ક્રોધ-ચેથા પ્રકારના ક્રોધને સાધ્યદષ્ટિની હદ બહાર જવા દે એ સંપૂર્ણ રીતે નુકશાનકારક છે, એટલું જ નહિ પણ ક્રોધની લગામ છૂટી જવાથી અનિષ્ટ ફળ નીપજે છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી કહે છે કે –
ન હેય ને હોય તો ચિર નહિ, ચિર રહે તે ફળ છે રે; સજજન ક્રોધ એહવે, જે દુર્જનનેહ રે.
સજ્જનેને કેધ હોય જ નહીં. કદાચ હોય તે લાંબે વખત ટકી રહે નહિ. કદાચ લાંબે વખત રહે તો ફળ પ્રાપ્ત થાય નહિ, કેમકે અંદર તીવ્રતા નહિ હેવાથી દુર્જનના નેહની પેઠે ફળશન્ય નીવડે. આ ઉપરથી ક્રોધ કરનાર મનુષ્ય પોતાના આત્મા સાથે વિચાર કરવાની જરૂર છે કે પોતે આમધર્મ કેટલે અંશે ચૂકે છે. અન્યને આ રૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત કરાવવાથી અન્યના આત્માને અર્ધગતિ કરાવવાનું નિમિત્ત કારણ પિતે બને છે; એટલું જ નહિ પરંતુ પોતાનામાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org