________________
[૩૮]
જૈન દર્શન મીમાંસા શેઠ પોતાની મિલકતને તથા સુંદર ખાનપાનને ભોગ કરી શક્યા નહોતો. શ્રી ઋષભદેવજીને પણ વર્ષ પર્યત આહાર મળી શક્યો નહોતો.
આ કર્મને સ્વભાવ રાજાના ભંડારી તુલ્ય કહેલો છે, જેથી તે આત્માને ઈષ્ટ પ્રાપ્તિમાં વચ્ચે પડે છે. નામકર્મ –
નામકર્મ તે એક ચિતારા સમાન છે. ચિતાર જેમ ચિત્રને અનેક રંગે પુરીને જુદા જુદા રૂપે ચીતરી બતાવે છે તેમ નામકર્મ આત્માને વિચિત્ર રૂપ આપ્યા કરે છે. આ કર્મ એકસે ત્રણ પ્રકારે છે. આ કર્મવડે કઈ પ્રાણું ઔદારિક શરીરવાળા, કોઈ વૈક્રિય શરીરવાળા, કોઈ વજસભ નારાચ સંઘયણવાળા, કોઈ સેવાર્ત, વામન અથવા હુંડક સંસ્થાનવાળા બને છે. આ કર્મવડે કઈ પ્રાણી નારકી બને છે, કઈ દેવપણે ઉત્પન્ન થાય છે, કોઈ મૃગ, સિહ, પક્ષી, સર્પ, ગાય, ભેંસ ઈત્યાદિ રૂપે ચિત્રપટમાં દાખલ થાય છે. નામકર્મ રૂપ ચિત્રકારની બાહોશ પીંછીથી યોગ્યતા પ્રમાણે પ્રાણીઓનું ચિત્ર આ પ્રકારે સંસારપટ પર રંગબેરંગી બને છે. ગોત્રકર્મ:–
આ કર્મ બે પ્રકારે છે. ઉચ્ચ અને નીચ. કુળને ભદ કરવાથી પ્રાણી નીચ ગોત્રકર્મ ઉપાર્જન કરે છે અને નીચત્વ પામવાથી ધર્મપ્રાપ્તિથી દૂર રહે છે. શ્રીમદ્ વીરવિજયજી મહારાજ પૂજામાં કહે છે કે- ઘી ભરિયે ઘટ એક મેં, બીજે મદિરા છાર;
ઉચ્ચ નીચ નેત્રે કરી, ભરીએ આ સંસાર. - જેમ એક ઘતથી ભરેલ ઘટ દુનિયામાં સત્કારને પાત્ર છે અને મદિરાથી ભરેલ ઘટ તિરસ્કારને પાત્ર છે–તેમ જ ઉચ્ચ અને નીચ ગેત્રીય પ્રાણું સન્માન અને ધિક્કારને પાત્ર બને છે. નીચ ગોત્રવાળા પ્રાણીઓ જવલ્લે જ ધર્મ પામી શકે છે, કેમકે ઉચ્ચ ગોત્રવાળા પ્રાણીએને ધર્મ એ કુલઝમાગત હોવાથી સહજ અંગીકૃત થયેલું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org